સુશાંતનું મર્ડર થયું, મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે: નારાયણ રાણે

નારાયણ રાણેએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી. 

સુશાંતનું મર્ડર થયું, મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે: નારાયણ રાણે

મુંબઇ: મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ નારાયન રાણેએ સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ મામલે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં 50 દિવસથી વધુ સમયનો વિલંબ કરવા પર મંગળવારે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ તેમણે દિવંગત અભિનેતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસની માંગ કરી છે. 

નારાયણ રાણેએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી. 

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સાલિયાનનું મોત આઠ જૂનના રોજ થઇ હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ 11 જૂનના રોજ કરવામાં આવ્યું, જે આશ્વર્યજનક છે. 

— ANI (@ANI) August 4, 2020

રાજ્યસભાના સભ્યએ સંવાદદાતાઓને કહ્યું કે સુશાંતના મોતને 50 દિવસથી વધુ સમય થયા બાદ પણ આ મામલે કોઇ પ્રાથમિકી નોંધવામાં આવી નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના નિધનથી બોલીવુડ ઇંડસ્ટ્રીની સાથે-સાથે ફેન્સને પણ ખૂબ આંચકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપોત કેસને લઇને એક્ટરના ઘરવાળા, મિત્રો અને ફેન્સ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મનની વાત કહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news