Sushant Case: મહારાષ્ટ્ર સરકારે CBI તપાસમાં લગાવ્યો અવરોધ, જારી કર્યું નવું ફરમાન
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં CBI તપાસ હજુ શરૂ પણ નથી થઇ અને મહારાષ્ટ્ર સરકાર CBIના રસ્તામાં અડચણો ઉભી કરવામાં લાગી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને મુંબઇના મેયરે સુશાંત કેસમાં તપાસ માટે મુંબઇ આવતી સીબીઆઇની ટીમને વગર પરમિશન મુંબઇમાં પગ મુકવા પર 14 દિવસના આઇસોલેશનમાં મોકલવાની જાહેરાત કરી છે. તેના પર મહારાષ્ટ્રનું વિપક્ષી દળ ઠાકરે સરકારને ઘેરી રહ્યું છે.
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં CBI તપાસ હજુ શરૂ પણ નથી થઇ અને મહારાષ્ટ્ર સરકાર CBIના રસ્તામાં અડચણો ઉભી કરવામાં લાગી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને મુંબઇના મેયરે સુશાંત કેસમાં તપાસ માટે મુંબઇ આવતી સીબીઆઇની ટીમને વગર પરમિશન મુંબઇમાં પગ મુકવા પર 14 દિવસના આઇસોલેશનમાં મોકલવાની જાહેરાત કરી છે. તેના પર મહારાષ્ટ્રનું વિપક્ષી દળ ઠાકરે સરકારને ઘેરી રહ્યું છે.
બીએમસીએ ઉતાવળમાં કોરોનાને લઇ ગાઇડલાઇન જારી કરી છે, જેમાં બીજા પ્રદેશથી ફ્લાઇટથી આવતા લોકોને 14 દિવસનું આઇસોલેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.
મુંબઇના મેયર કિશોરી પેડણેકરે જાહેરાત કરી છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરતી સીબીઆઇ ટીમને મુંબઇ આવતા પહેલા બીએમસીથી પરમિશન લેવી ફરજીયાત છે. આ નહીં કરવા પર તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. બીએમસીએ ગત 3 ઓગસ્ટના SOP જારી કર્યું છે.
SOPમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ સરકારી અધિકારી ફ્લાઇટથી મુંબઇ આવે છે તો તેને ક્વોરન્ટાઇનમાંથી છૂટકાર માટે બે કાર્ય દિવસ પહેલા સંબંધિત વિભાગથી NOC લેવી પડશે. કેમ આવી રહ્યાં છે? કેટલું જરૂરી કામ છે અને કેમ ક્વોરન્ટાઇનમાં છૂટ જઇએ, આ વાતની જાણકારી આપવી પડશે. આ જાણકારી નહીં આપવા અને SOPનું પાલન નહીં કરવા પર સરકારી અધિકારીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
તો બીજી તરફ આ સંપૂર્ણ કેસમાં મુંબઇ પોલીની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે અને તપાસ પૂર્ણ થવા સુધી પોલીસ કમિશનરને રજા પર મોકલવાની માંગ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ કેસની સીબીઆઇ તપાસને રાજનીતિથિ પ્રેરિત ગણાવે છે.
શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અનિલ પરબે કહ્યું કે સીબીઆઇ હોય કે ઈડી તેમની મર્યાદામાં તપાસ કરી રહ્યાં છે તો કોઇ પ્રોબ્લમ નથી. પરંતુ સીબીઆઇ અધિકારી જો મુંબઇ આવી રહ્યાં છે અને તેઓ કોરોના નેગેટિવનું સર્ટિફિકેટ લઇને આવે છે તોઅમે તેમને તપાસ કરવાથી રોકીશું નહીં. પરંતુ અમે ઇચ્છીએ તો તેમની (કોરોના) તપાસ કરી શકીએ છે. તેમણે કહ્યું કે, આ અમારો અધિકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે