અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં આજે એટલે કે શનિવારે સર્વોચ્ચ અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશનાં તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે ગુરુવારે જ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. ગૃહમંત્રાલયના એક ટોચના અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે. 

અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થળોએ પુરતી પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરવા અને કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખવા માટે આદેશ અપાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના જમીન માલિકીના આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા તેના પહેલા આ ચૂકાદો આવી જાય તેવી સંભાવના હતી. છેલ્લા કેટલાક દાયકાથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આ જગ્યાની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુઓનો દાવો છે કે, 1528-29માં મોગલ શહેનશાહ બાબરના મુખ્ય કમાન્ડર મીર બાકી દ્વારા જે જગ્યાએ મસ્જિદ બાંધવામાં આવી હતી તે ભગવાન રામનું જન્મસ્થાન છે. 

કયા ન્યાયાધીશ સંભળાવશે ચૂકાદો 
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયાધિશ એ.એ. બોબડે, ન્યાયાધિશ ચંદ્રચૂડ, ન્યાયાધિશ અશોક ભૂષણ અને ન્યાયાધિશ એસ. અબ્દુલ નઝીર. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. 16 ઓક્ટોબરના રોજ 40મી દિવસની સુનાવણી પછી રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 70 વર્ષ જૂના અયોધ્યા કેસમાં સુપ્રીમે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી પાંચ ન્યાયાધિશની બંધારણીય બેન્ચે 6 ઓગસ્ટના રોજ આ કેસમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરી હતી. આ અગાઉ અદાલત દ્વારા નિમવામાં આવેલી મધ્યસ્થતા પેનલ કેસનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી. અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. 
 
જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news