7 રોહિંગ્યાને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્રના નિર્ણય પર રોક લગાવવાનો સુપ્રીમનો ઇન્કાર

અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાની ના પાડી છે.

7 રોહિંગ્યાને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્રના નિર્ણય પર રોક લગાવવાનો સુપ્રીમનો ઇન્કાર

નવી દિલ્હી: અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાની ના પાડી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર રોક લગાવવાની ના પાડી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સાત રોહિંગ્યા ગેરકાયદેસર રીતે અસમમાં દાખલ થયા અને નકલી ઓળખપત્ર બનાવીને રહેતા હતાં. હકીકતમાં, સાત રોહિંગ્યાને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમમાં દાખલ કરાઈ હતી. આ રોહિંગ્યા મુસલમાનોને ગુરુવારે મ્યાંમાર પાછા મોકલવાના છે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને તેમના દેશ મ્યાંમાર પ્રત્યર્પિત કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે સાત રોહિંગ્યાઓને મણિપુરમાં મોરેહ સરહદ પોસ્ટ પર મ્યાંમાર પ્રશાસનને સોંપવાના છે. મળતી માહિતી મુજબ આ ગેરકાયદેર રીતે ઘૂસેલા લોકોની પોલીસે ધરપકડ કર્યા બાદ તેઓ વર્ષ 2012થી અસમના સિલચર જિલ્લાના એક કારાવાસમાં રહેતા હતાં. 

भारत आज उठाएगा बड़ा कदम, पहली बार 7 रोहिंग्या मुसलमानों को म्'€à¤¯à¤¾à¤‚मार वापस भेजेगा

મ્યાંમારના રાજનયિકોને કોન્સ્યુલર પહોંચ આપવામાં આવી હતી. તેમણે આ પ્રવાસીઓની ઓળખની પુષ્ટિ કરી. અન્ય અધિકારીઓએ જણાવ્યું કે પાડોશી દેશની સરકારના ગેરકાયદેસર પ્રવાસીઓના સરનામાની રખાઈન રાજ્યમાં પુષ્ટિ કરાયા બાદ તેમના મ્યાંમારના નાગરિક હોવાની પુષ્ટિ થઈ છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે રોહિંગ્યા પ્રવાસીઓને ભારતથી મ્યાંમાર મોકલવામાં આવશે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ રોહિંગ્યા મુસલમાનોને દેશમાં ન રહેવા દેવાની પોતાની નીતિ પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપીને સ્પષ્ટ કરી દીધુ હતું. આ સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે ભારતના કોઈ પણ હિસ્સામાં રહેવા અને વસવાનો હક ફક્ત ભારતીય નાગરિકોને છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો કે રોહિંગ્યા મુસલમાનોનું દેશમાં રહેવું એ ગેરકાયદે છે. 

રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર ગતિવિધિઓમાં પણ સામેલ છે. જેમ કે પોતાના બીજા સાથીઓ માટે નકલી પાન કાર્ડ, અને વોટર આઈડી ઉપલબ્ધ કરાવવા, કેટલાક રોહિંગ્યા માનવ તસ્કરીમાં પણ સામેલ છે. આ ઉપરાંત રોહિંગ્યા મુસલમાનો આતંકવાદમા પણ સામેલ છે. તેમના પાકિસ્તાન અને આતંકી સંગઠન આઈએસ સાથે સંપર્ક છે જે આપણા દેશ માટે જોખમ છે. આથી તેઓ અહીં રહી શકે નહીં. દેશમાં લગભગ 40000 રોહિંગ્યા મુસલમાનો રહે છે. જે ખુબ મોટી સંખ્યા છે. આ જ કારણે સુરક્ષા સંબંધી પરેશાનીઓ પણ આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news