INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

INX મીડિયા હેરાફેરી સંલગ્ન ઈડી કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ બોબન્નાની બેન્ચે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા હવે ઈડી પી ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે. 

INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી સંલગ્ન ઈડી કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ બોબન્નાની બેન્ચે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા હવે ઈડી પી ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે. 

આવું એટલા માટે કારણ કે તેની સીધી અસર વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી, શારદા  ચિટફંડ, ટેરર ફંડિંગ જેવા મામલાઓ પર તેની પડશે. તુષાર મહેતાએ પુરાવા બતાવીને ધરપકડ કર્યા વગર પૂછપરછની માગણીનો વિરોધ કરતા કહ્યું હતું કે તપાસ કેવી રીતે થાય તેનો નિર્ણય એજન્સી જવાબદારી પૂર્વક લે છે. જો આરોપી આઝાદ ઘૂમી રહ્યો હોય તો તેને પુરાવા દર્શાવવાનો અર્થ એ છે કે બચેલા પુરાવા નષ્ટ કરવાનું આમંત્રણ આપવું. 

જુઓ LIVE TV

તુષાર મહેતાએ કહ્યું હતું કે તપાસે કેવી રીતે આગળ વધારવામાં આવે, તે પૂરેપૂરી રીતે એજન્સીનો અધિકાર છે. કેસને જોઈને એજન્સી નક્કી કરે છે કે કયા સ્ટેજ પર કયા પુરાવા જાહેર કરવામાં આવે અને કયા નહીં. 

જો ધરપકડ કરતા અગાઉ જ તમામ પુરાવા, સાક્ષીઓને આરોપી સામે રજુ કરી દેવાય તો આ તો આરોપીને પુરાવા સાથે છેડછાડ  કરીને તથા મની ટ્રેલને ખતમ કરવાની તક આપવા જેવું થશે. તેમણે કહ્યું હતું કે પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલનું કહેવું છે કે અપરાધની ગંભીરતા 'સબ્જેક્ટિવ ટર્મ' છે. PMLA હેઠળ કેસ તે મુજબ ગંભીર નહીં હોય, પરંતુ હકીકત એ છે કે આ દેશની અદાલતો પણ આર્થિક અપરાધને ગંભીર માનતી રહી છે. 

હકીકતમાં આ અગાઉ સિબ્બલે કહ્યું હતું કે 7 વર્ષથી ઓછા વર્ષની કેદની સજાવાળી જોગવાઈના અપરાધો CRPC મુજબ ઓછા ગંભીર  ગણાય છે. તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલે અપરાધ દેશની અર્થવ્યવસ્થા વિરુદ્ધ છે. આવા મામલાઓમાં સજાની જોગવાઈ ભલે ગમે તે હોય પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આર્થિક અપરાધને હંમેશા ગંભીર માન્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જો આ મામલો સેક્શન 45 PMLA અંતર્ગત ન પણ આવે તો પણ આ મામલો CrPCની સેક્શન 438 હેઠળ જરૂર આવે છે. જેમાં ધરપકડનો હક મળે છે. આ સાથે જ તુષાર મહેતાએ સીલબંધ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપ્યો જેમાં કહેવાયું હતું કે કોર્ટ જો ઈચ્છે તો તે ખોલી શકે છે. ત્યારબાદ તુષાર મહેતાએ પોતાની દલીલો પૂર્ણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news