ભીમા કોરેગાંવ કેસ: સુપ્રીમે 5 એક્ટિવિસ્ટની નજરકેદ 4 સપ્તાહ વધારી, SIT તપાસની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે બીજા એક મોટા કેસમાં ચુકાદો સંભળાવ્યો. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની 3 જજની પેનલ ચુકાદો આપ્યો.

 ભીમા કોરેગાંવ કેસ: સુપ્રીમે 5 એક્ટિવિસ્ટની નજરકેદ 4 સપ્તાહ વધારી, SIT તપાસની માંગણી ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે બીજા એક મોટા કેસમાં ચુકાદો સંભળાવ્યો. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની 3 જજની પેનલ ચુકાદો આપ્યો. ભીમા કોરેગાંવ હિંસા મામલે નક્સલ કનેક્શનના આરોપો પર પહેલા ધરપકડ કરાયેલા અને ત્યારબાદ નજરકેદ કરાયેલા એક્ટિવિસ્ટની નજરકેદ 4 અઠવાડિયા સુધી વધારી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે આ કેસ અસહમતિ માટે ધરપકડનો નથી. આરોપીને એ અધિકાર નથી કે કોણ તપાસ કરે. સુપ્રીમ કોર્ટના જજ ખાનવિલકરે એસઆઈટીની સ્પષ્ટ ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસ અને એક્સિવિસ્ટ બંને પક્ષોને સોમવાર સુધીમાં લેખિત નોટ આપવા જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે એક્ટિવિસ્ટ તરફથી દાખલ અરજીમાં આ મામલાને મનગઢંત ગણાવીને એસઆઈટી તપાસની માગણી કરવામાં આવી હતી. 

આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આરોપીઓને રાહત જોઈએ તો તેઓએ ટ્રાયલ કોર્ટમાં જવું પડશે. કોર્ટે આ મામલે એફઆઈઆર રદ કરવાની પણ ના પાડી. આ સાથે જ પુણે પોલીસને મામલાની તપાસ આગળ વધારવા કહ્યું છે. અત્રે જણાવવાનું કે પાંચેય આરોપીઓ વરવરા રાવ, અરુણ ફરેરા, વર્નાન ગોંન્ઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા 29 ઓગસ્ટથી પોતાના ઘરમાં નજરકેદ છે. 

આ અગાઉ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે જો કોઈ પ્રભાવિત ક્ષેત્રના લોકોના હાલ જાણવા માટે મોકલવામાં આવે તો તેનો અર્થ એ નથી કે તેઓ પ્રતિબંધિત સંગઠનના સભ્ય છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે આપણે સરકારનો વિરોધ, તોડફોડ તથા ગડબડી ફેલાવનારા વચ્ચેનું અંતર સ્પષ્ટપણે સમજવું પડશે. 

— ANI (@ANI) September 28, 2018

સરકાર તરફથી રજુ થયેલા રિપોર્ટમાં યુનિવર્સિટીઝ અને સામાજિક સંસ્થાઓના નામ સામેલ છે. શું એ બધા સામેલ છે? સરકાર સાથે અસહમતિ ધરાવતા, અને ગડબડી ફેલાવવી કે તખ્તાપલટની કોશિશ એ બે અલગ વાતો છે. આપણી સંસ્થાનો, એટલે સુધી કે કોર્ટે પણ એટલા મજબુત હોવા જોઈએ કે તેઓ વિરોધ સહન કરી શકે. માત્ર અનુમાનના આધારે લિબર્ટિઝનું ગળું ઘોંટી શકાય નહીં. 

મહારાષ્ટ્ર સરકાર તરફથી ASG તુષાર મહેતાએ કહ્યું હતું કે તમામ આરોપીઓ વિરુદ્ધ મામલામાં પુરતા પુરાવા છે. એફઆઈઆરમાં છ લોકોના નામ છે પરંતુ કોઈની પણ  તરત ધરપકડ થઈ  નહતી. પ્રાથમિક તપાસમાં પુરાવા સામે આવ્યાં બાદ છ જૂનના રોજ એક ધરપકડ થઈ જેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી. કોર્ટ પાસેથી સર્ચ વોરન્ટ લેવામાં આવ્યું હતું. તપાસની નિગરાણી ડીસીપી તથા સીનિયર અધિકારીએ કરી હતી. જપ્ત કરાયેલા કોમ્પ્યુટર લેપટોપ તથા પેનડ્રાઈવને ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યાં. 

સમગ્ર સર્ચની વીડિયોગ્રાફી કરાઈ. આરોપીઓ સીપીઆઈ માઓવાદી સંગઠન સાથે જોડાયેલા છે. આ સંગઠન પ્રતિબંધિત સંગઠન છે. તુષાર મહેતાએ કહ્યું હતું કે કોર્ટ જ્યારે દસ્તાવેજોમાં અમને રોના વિલ્સનની તસવીર મળી. તેમાં રોના સાથે જોવા મળેલી વ્યક્તિ છત્તીસગઢમાં 40 લાખ અને મહારાષ્ટ્રમાં 50 લાખનો ઈનામવાળો છે. મહેતાએ કહ્યું હતું કે કોર્ટ આરોપીઓની દલીલ સાંભળીને પોતાના વિચાર ન બનાવે. સરકારની પણ આખી વાત સાંભળવી જોઈએ. 

ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પુણે પોલીસે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, અને રાંચીમાં એક સાથે દરોડા પાડીને કલાકો સુધી તલાશી લીધી હતી અને ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરી હતી. પુણે પોલીસના જણાવ્યાં મુજબ તમામ પર પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે લિંક હોવાનો આરોપ છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તા તેને સરકારના વિરોધમાં ઉઠનારા અવાજને દબાવવાની દમનકારી કોશિશ ગણાવે છે. રાંચીથી ફાધર સ્ટેન સ્વામી, હૈદરાબાદથી ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ, દિલ્હીથી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખની પણ ધરપકડ થઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news