તનુશ્રીના આરોપોથી નાના પાટેકર લાલઘુમ, કહી દીધી મોટી વાત 

બોલિવૂડ એક્ટર નાના પાટેકરે આખરે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે

તનુશ્રીના આરોપોથી નાના પાટેકર લાલઘુમ, કહી દીધી મોટી વાત 

મુંબઈ : બોલિવૂડ એક્ટર નાના પાટેકરે આખરે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. પૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રીએ નાના પર 2009માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ નાના પાટેકરનો બચાવ કરતા તનુશ્રીએ તેને પણ વિવાદમાં લપેટી લીધો અને આરોપ લગાવ્યો કે, ગણેશ બે ચહેરાવાળો એટલે કે બનાવટી માણસ છે.

હવે નાનાએ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. મિરર નાઉ સાથે વાત કરતા 67 વર્ષીય નાનાએ તનુશ્રીના તમામ આરોપોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, ‘હું આ વિશે શું કહી શકું કે તે આવું કેમ કહી રહી છે? હું કેવી રીતે જાણી શકું કે, તે આ બધું કેમ બોલી રહી છે? યૌન શોષણથી તેનો મતલબ શું છે? સેટ પર મારી સાથે 200 લોકો રહેતા હોય છે. હું તેની સામે કાયદાકીય પગલાં ભરીશ પણ આ બધું મીડિયાને જણાવવાની જરૂર નથી કારણ કે, તમે તો ગમે તે ચલાવશો. જેને જે કહેવું હોય કહેતા રહે, હું મારું કામ કરીશ.’

તનુશ્રીએ હાલમાં પોતાના એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી દીધી છે કે બધા તનુશ્રીની ચર્ચા કરી રહ્યા છે. ટીવી ચેનલ ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રીએ જણાવ્યું કે નાના પાટેકરે એક ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન તેને ખોટી રીતે સ્પર્શવાની કોશિશ કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવ્યો કે ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જાણે છે કે નાનાનો મહિલાઓ પ્રત્યે વ્યવહાર કેવો છે અને તે કેટલી ખરાબ રીતે મહિલાઓ સાથે વર્તન કરે છે. 2018ની એક ઘટના યાદ કરતા તનુશ્રીએ કહ્યું કે તેણે કોન્ટ્રેક્ટ અનુસાર હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં સોલો ડાન્સ કરવાનો હતો. પરંતુ શૂટના પ્રથમ જ દિવસથી નાનાએ તેની સાથે ગેવર્તન શરૂ કરી દીધું હતું. નાનાના આવા વર્તન અંગે તનુશ્રીએ જ્યારે પ્રોડ્યુસર-ડિરેક્ટરને વાત કરી ત્યારે તેમણે તનુશ્રીને નાનાની વાત માનવાની સલાહ આપી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news