Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો વધુ વિગતો

એકબાજુ જ્યાં જહાંગીરપુરી વિસ્તારમાં એમસીડી તરફથી બુલડોઝર દ્વારા ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી  થઈ રહી છે ત્યાં સુપ્રીમ કોર્ટમાંથી આ મામલે મોટો આદેશ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી થશે. 

Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો વધુ વિગતો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCD ની કાર્યવાહી પર હાલ રોક લગાવી દીધી છે.  સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે બે અરજી દાખલ થઈ છે. પહેલી અરજી યુપી, એમપી સહિત દેશના અન્ય ભાગોમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ થઈ છે અને બીજી અરજી દિલ્હીના જહાંગીરપુરગીરીમાં એમસીડીની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.  

કોર્ટના આદેશનું કરીશું પાલન-એમસીડી
જમીયત ઉલેમા એ હિન્દ તરફથી વકીલ દુષ્યંત દવેએ જહાંગીરપુરીમાં થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીનો મામલો ચીફ જસ્ટિસ સામે ઉઠાવવામાં આવ્યો હતો. આ અરજીમાં કોર્ટના હસ્તક્ષેપની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે આ મામલે આવતી કાલે સુનાવણી કરશે. આ બધા વચ્ચે એમસીડીએ કહ્યું કે તેમનું પ્રશાસન સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે. 

— ANI (@ANI) April 20, 2022

બે દિવસ સુધી ચાલવાની હતી બુલડોઝર કાર્યવાહી
જહાંગીરપુરીમાં હનુમાન જયંતીના દિવસે હિંસા થઈ હતી. ઉત્તર દિલ્હી નગર નિગમે હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જે હેઠળ 20 અને 21 એપ્રિલના રોજ બુલડોઝર કાર્યવાહી થવાની હતી. આજે નગર નિગમના અધિકારીઓએ જહાંગીરપુરીમાં અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હોવાથી કાર્યવાહી હવે થઈ શકશે નહીં. આ રોક ચાલુ રહેશે કે કાર્યવાહી આગળ ચાલુ રહેશે તે મામલે સુપ્રીમ કોર્ટ હવે આવતી કાલે એટલે કે બુધવારે સુનાવણી કરશે. 

નોંધનીય છે કે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આ અંગે ઉત્તર દિલ્હી નગર નિગમના મેયરને પણ પત્ર લખ્યો હતો. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ લખેલા પત્રમાં હનુમાન જયંતીના અવસરે 16 એપ્રિલના રોજ શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ નગર નિગમે નોટિસ બહાર પાડી હતી. બીજી બાજુ જહાંગીરપુરીમાં ગેરકાયદેસર નિર્માણ હટાવવાને લઈને એમસીડીની સંભવિત કાર્યવાહી અંગે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર ગરીબો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ન નોટિસ આપી...ન કોર્ટ જવાની તક.

અત્રે જણાવવાનું કે ઉત્તર દિલ્હી નગર નિગમ તરફથી આ મામલે નોર્થ વેસ્ટના ડેપ્યુટી પોલીસ કમિશનરને પત્ર લખીને કાયદો વ્યવસ્થા સંભાળવા માટે દિલ્હી પોલીસના 400 જવાનોની તૈનાતી કરવાની માંગણી કરાઈ હતી. ઉત્તર દિલ્હી નગર નિગમ તરફથી કહેવાયું છે કે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણ ધ્વસ્ત કરવા માટે 20 અને 21 એપ્રિલના રોજ અભિયાન ચલાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news