Supreme Court: લગ્ન મામલે સુપ્રીમનો મોટો ચુકાદો : બે જૂદા ધર્મના લોકો હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો અમાન્ય, વિદેશી સાથે ભૂલથી પણ...

Supreme Court Judgment: કોઈ પણ હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે પરંતુ જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ ધર્મના કાયદા મુજબ લગ્ન કરે તો તેવા લગ્નને ફોક ગણવામાં આવશે. એક ભારતીય-અમેરિકન ખ્રિસ્તી પુરુષની અરજીની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે.

Supreme Court: લગ્ન મામલે સુપ્રીમનો મોટો ચુકાદો : બે જૂદા ધર્મના લોકો હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો અમાન્ય, વિદેશી સાથે ભૂલથી પણ...

Supreme Court Judgment: કોઈ પણ હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે પરંતુ જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ ધર્મના કાયદા મુજબ લગ્ન કરે તો તેવા લગ્નને ફોક ગણવામાં આવશે. એક ભારતીય-અમેરિકન ખ્રિસ્તી પુરુષની અરજીની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. લગ્ન કે નિકાહ માટે દરેક ધર્મ માટે જુદાજુદા કાયદાઓ છે. એવામાં જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ લગ્ન કાયદા અનુસાર લગ્ન કરવા માગતી હોય તો પણ ના કરી શકે. 

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે માત્ર હિન્દુઓ જ હિન્દુ લગ્ન કાયદા હેઠળ લગ્ન કરી શકે છે. સુપ્રીમની આ સ્પષ્ટતા બાદ ઘણા લગ્નો ગેરકાયદેસર સાબિત થઈ શકે છે. તેલંગાણા હાઇકોર્ટે વર્ષ ૨૦૧૭માં આપેલા ચુકાદાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ બ્રુસેફ અને ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે કરી હતી. આ સાથે જ કોર્ટે મામલાની સુનાવણી ફેબ્રુઆરી સુધી મુલતવી અંતિમ રાખી હતી. શકે. જો આવુ કરે તો તેને સાત વર્ષની લગ્ન હિન્દુ કાયદા મુજબ થયા હતી.

ભારતીય અમેરિકન ખ્રિસ્તી પુરૂષે  અગાઉ એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. જે વ્યક્તિએ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા પહેલાં જ બીજા લગ્ન કરી લીધા હતા. આ મામલે કોર્ટમાં ગયો હતો. આઈપીસીની કલમ 494 મુજબ જો કોઈ હિન્દું પત્ની કે પતિ જીવીત હોય અને એની સાથે છૂટાછેડા વિના બીજા લગ્ન કરે તો 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.  હૈદરાબાદમાં આ ખ્રિસ્તી પુરૂષ સામે 2013માં ફરિયાદ થઈ હતી.  

જોકે અમેરિકન ખ્રિસ્તી પુરુષે બચાવમાં દાવો કર્યો હતો કે મે ૨૦૧૨માં ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં બેમાંથી કોઇ સાથે લગ્ન નથી કર્યા. મને ફસાવવામાં આવ્યો છે.  આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે હિન્દુ જ હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે છે. અન્ય ધર્મની કોઇ વ્યક્તિ આ લગ્ન ૧૯૫૫માં અમલમાં હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો તેને આવેલા હિન્દુ લગ્ન કાયદા મુજબ ફોક ગણવામાં આવશે.  ફરિયાદી મહિલા હિન્દુ છે અને હવે આગામી મહિને વધુ સુનાવણી થશે. સુપ્રીમના આ ચુકાદા બાદ વિદેશી પુરૂષો સાથે લગ્ન કરી એનઆરઆઈ બની જવા માગતી મહિલાઓ માટે આ ચુકાદો અતિ મહત્વનો છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news