Microsoft New Leave Policy: ખુશખબર! લાખો રૂપિયાનું સેલેરી પેકેજ આપતી આ કંપની આપશે અનલિમિટેડ રજાઓ, કંપનીએ લીવ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો

Microsoft New Leave Policy: વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની Microsoftના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. Microsoft અમેરિકન કર્મચારીઓ માટે તેની લીવ પોલિસીમાં ફેરફારની જાહેરાત કરી છે.  આ રજા નીતિનો લાભ એવા લોકોને આપવામાં આવશે નહીં જેઓ અમેરિકામાં કામ કરી રહ્યાં છે. વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની  કંપની હવે અમેરિકામાં કામ કરતા તેના કર્મચારીઓને અમર્યાદિત 'Time off'ની સુવિધા આપશે.

Microsoft New Leave Policy: ખુશખબર! લાખો રૂપિયાનું સેલેરી પેકેજ આપતી આ કંપની આપશે અનલિમિટેડ રજાઓ, કંપનીએ લીવ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો

Microsoft New Leave Policy: વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની Microsoftના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. Microsoft અમેરિકન કર્મચારીઓ માટે તેની લીવ પોલિસીમાં ફેરફારની જાહેરાત કરી છે.  આ રજા નીતિનો લાભ એવા લોકોને આપવામાં આવશે નહીં જેઓ અમેરિકામાં કામ કરી રહ્યાં છે. વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની  કંપની હવે અમેરિકામાં કામ કરતા તેના કર્મચારીઓને અમર્યાદિત 'Time off'ની સુવિધા આપશે. આ લીવ પોલિસી માઈક્રોસોફ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈનના કર્મચારીઓ માટે પહેલેથી જ અમલમાં છે. જોકે હવે યુએસમાં કામ કરતા કંપનીના તમામ ફુલ-ટાઈમ કર્મચારીઓ માટે આ નિયમ 16 જાન્યુઆરીથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેની રજા નીતિમાં ફેરફાર કરતી વખતે, કંપની અન્ય રજાઓ સાથે અમર્યાદિત સમયની રજા પણ આપી રહી છે. જેનો અર્થ એ છે કે કર્મચારીઓ પાસે નિશ્ચિત સંખ્યામાં રજાઓ નહીં હોય અને તેઓ અમર્યાદિત રજાઓ લઈ શકશે. ધ વર્જના એક અહેવાલ મુજબ, આ સિવાય કર્મચારીઓને 10 કોર્પોરેટ, ગેરહાજરીની રજા, માંદગી અને માનસિક સ્વાસ્થ્ય, પારિવારિક શોક અને અન્ય રજાઓ મળશે. જે કર્મચારીઓની રજાઓ બિનઉપયોગી છે તેમને તેમની બધી રજાઓ માટે ચૂકવણી કરવામાં આવશે. જોકે, અમેરિકામાં પગાર પર કામ કરનારાઓને જ આનો લાભ મળશે. માઈક્રોસોફ્ટે અમેરિકા અને સંઘીય રાજ્યોમાં લેબર લોના કારણે આ કર્મચારીઓને ઓફ ન આપવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની બહાર નોકરી કરતા કર્મચારીઓને પણ દેશના અલગ અલગ કાયદાઓ અનુસાર પહેલાંની જેમ જ રજાઓ આપશે. 

Microsoftએ અનલિમિટેડ ટાઈમ ઓફને ડિસ્ક્રેશનરી ટાઈમ ઓફ(  Dicretionary Time off) નામ આપ્યું છે અને તે આવતા સપ્તાહે 16 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ ફેરબદલ સાથે રજા વિશે વધુ ફ્લેક્સિબલ મોડલ અપનાવવાની અને અમારી લીવ પોલિસીને સુધારવાની જરૂર છે.  અમેરિકામાં નોકરી કરનારા કર્મચારીઓને આનો લાભ મલશે. જોકે, જે લોકો કલાક પર કામગીરી કરી રહ્યાં છે. એમને આ યોજનાનો લાભ મળશે નહીં. 

રસપ્રદ વાત એ છે કે આ અનલિમિટેડ રજાઓ સિવાય પણ માઇક્રોસોફ્ટના કર્મચારીઓને 10 કોર્પોરેટ રજાઓ, ગેરહાજરીની રજા, માંદગી અને માનસિક સ્વાસ્થ્ય માટેનો સમય, કુટુંબના શોક માટેની રજા વગેરે પણ મળતા જ રહેશે. ચોંકાવનારી વાત તો એ છે કે જે કર્મચારીઓ એક વર્ષ દરમિયાન તેમની તમામ રજાઓનો ઉપયોગ કરી શકશે નહીં તેમને એપ્રિલ મહિના દરમિયાન તેમના ખાતામાં વન ટાઈમ પેમેન્ટ એટલેકે કેશ ટ્રાન્સફર કરવામાં આવશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news