જમ્મુ કાશ્મીર: અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમ કાલે કરશે સુનાવણી
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35 એ હટાવવાની વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનવણી કરશે. એક વકીલની તરફથી દાખલ અરજીમાં અનુચ્છેદ 370 અને 35એના મુદ્દે ઇશ્યું કરવામાં આવેલ અધિસુચનાને અસંવૈધાનિક ગણાવાઇ છે. અરજીમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર આ રીતે કામ કરીને દેશમાં મનમાની કરી રહ્યા છે. રાષ્ટ્રપતિનો આદેશ અસંવૈધાનિક છે અને કેન્દ્રને સંસદીય માર્ગ અપનાવવો જોઇએ.
સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતનો મુંહતોડ જવાબ, 3 પાકિસ્તાની સૈનિક ઠાર
અરજીમાં અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવાયેલા નિયંત્રણો સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ આદેશ ઇશ્યું કરીને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા પ્રાવધાન અનુચ્છેદ 370 સમાપ્ત કરી દીધું હતું. એટલું જ નહી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવામાં આવ્યા છે. અનુચ્છેદ 370 ખતમ કરવાનો પ્રસ્તાવ સંસદના બંન્ને સદનોમાં ભારે બહુમતીથી પાસ થયો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ આદેશ જાહેર કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ સુરક્ષાની દ્રષ્ટીએ કેટલાક પગલા ઉઠાવ્યા હતા.
સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
આ અગાઉ અનુચ્છેદ 370 હટાવાયા બાદ સતત કાશ્મીરમાં કર્ફ્યું, ફોન લાઇન, મોબાઇલ ઇન્ટરનેટ, ન્યૂઝ ચેનલ બંધ થવા જેવી વાતો મુદ્દે દાખલ અરજી અંગે સુપ્રીમ કોર્ટે હાલ કોઇ આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, સરકારને સ્થિતી સામાન્ય કરવા માટે વધારે સમય આપવામાં આવવો જોઇએ. આ ટિપ્પણી સાથે જ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનવણી 2 અઠવાડીયા માટે ટાળી દીધી હતી.
PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી
આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે 370 હટ્યા બાદ જે વિપક્ષી દળોએ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે તેને રિલીઝ કરવામાં આવે. સાથે જ કાશ્મીરમાં વર્તમાન સ્થિતી માટે એક જ્યુડિશિયલ કમીશન બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, હવે જ્યારે 370 હટી ચુક્યું છે અને ભારતનો સંવિધાન લાગુ થઇ ગયું છે તો સતત કર્ફ્યુ અને સેવાઓને બંધ થવા સંવિધાનના આર્ટિકલ 19 અને 21નુ ઉલ્લંઘન છે. જો કે અરજદાર તહસીન પુનાવાલાએ 370 હટાવવાનો વિરોધ નહોતો કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે