હાઈકોર્ટ વિરુદ્ધ ચૂંટણી પંચની અરજી પર સુપ્રીમે કહ્યું- જજ પણ માણસ છે

મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટ પહોંચેલા ચૂંટણી પંચને અહીં પણ કોઈ રાહત મળી નહી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હાઈકોર્ટની પ્રતિષ્ઠા ઓછી થાય તેવા કોઈ કામ નહીં કરે.

હાઈકોર્ટ વિરુદ્ધ ચૂંટણી પંચની અરજી પર સુપ્રીમે કહ્યું- જજ પણ માણસ છે

નવી દિલ્હી: મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટ પહોંચેલા ચૂંટણી પંચને અહીં પણ કોઈ રાહત મળી નહી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હાઈકોર્ટની પ્રતિષ્ઠા ઓછી થાય તેવા કોઈ કામ નહીં કરે, કારણ કે તે લોકતંત્રના મહત્વના સ્તંભ છે. અત્રે જણાવવાનું કે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશમાં ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં અસફળ રહેલા ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ ચાલવો જોઈએ. 

ટિપ્પણીને યોગ્ય  Spirit માં લો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે જ્યારે જજ કોઈ મામલે સુનાવણી કરે છે તો તે વ્યાપક સ્તર પર લોકોના હિત પર ધ્યાન આપે છે. તેઓ પણ માણસ છે અને તેમને પણ તણાવ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પંચને સલાહ આપતા કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટે જે પણ કઈ કહ્યું છે તે યોગ્ય ભાવનામાં ગ્રહણ કરવું જોઈએ. 

ચૂંટણી પંચની અરજીમાં શું લખ્યું છે? 
ચૂંટણી પંચે પોતાની અરજીમાં લખ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી ખુબ જ કટુતાવાળી છે. કોર્ટે પંચને પોતાની વાત રજુ કરવાની તક પણ ન આપી કે ન તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ જવાબદાર અધિકારીઓ પાસે કોઈ જવાબ માંગવામાં આવ્યો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટાભાગે કેટલીક વાતો પાછલા અનુભવ અને સતત આદેશોના ભંગને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતી હોય છે. બધુ ઓર્ડરમાં ન હોઈ શકે. 

— ANI (@ANI) May 3, 2021

મીડિયાને રોકવાનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્યારેક અમે કઠોર હોઈએ છીએ, જનહિતમાં મોટા પગલાં ઉઠાવાય તેવી અપેક્ષા રાખીએ છીએ. શક્ય છે કે આદેશો પર અમલ  ન થવા બદલ હાઈકોર્ટને દુખ થયું હોય. તમે ગુજરાતની ઘટનાને જુઓ જ્યાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી 18 લોકોના મોત થયા. જ્યારે કોર્ટ ફાયર ઓડિટ અંગે અનેકવાર આદેશ આપતી રહે છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ કેસની સુનાવણી દરમિયાન જજો દ્વારા કરાયેલી મૌખિક ટિપ્પણીઓનું મીડિયા રિપોર્ટિંગ રોકી શકાય નહીં. 

શું કહ્યું હતું મદ્રાસ હાઈકોર્ટે? 
26 એપ્રિલના રોજ મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની આલોચના કરતા તેને દેશમાં કોવિડ-19ની બીજી લહેર માટે જવાબદાર ઠેરવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે પંચ સૌથી બેજવાબદાર સંસ્થા છે. તેના અધિકારીઓ વિરુદ્ધ હત્યાના આરોપમાં પણ કેસ દાખલ કરી શકાય છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને રેલીઓ અને સભાઓ કરવાની મંજૂરી આપીને મહામારીને ફેલાવવાની તક આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news