Sundar Pichai: PM મોદીને મળીને ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું- શાનદાર મુલાકાત માટે થેંક્યૂ
Google for India: પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સુંદર પિચાઇએ લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ નરેન્દ્ર મોદી. તમારા નેતૃત્વમાં ટેક્નોલોજી પરિવર્તનની ગતિ જોઇને પ્રેરણા મળે છે.
Trending Photos
Google for India Event: ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પિચાઇએ પીએમ મોદી સાથે પોતાની આ મુલાકાતની જાણકારી ટ્વીટ કરતાં આપી. પિચાઇએ પીએમ મોદીની સાથે ફોટો શેર કરતાં લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ પીએમ નરેન્દ્ર મોદી. તમને જણાવી દઇએ કે ગૂગલના સીઇઓ ભારતમાં ગૂગલની સૌથી મોટી ઇવેન્ટ ગૂગલ ફોર ઇન્ડીયાની 8મી એડિશનમાં સામેલ થવામ આટે ભારત આવ્યા છે.
પીએમ મોદી સાથે મુલાકાત બાદ પિચાઇએ ટ્વીટ કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ પીએમ નરેન્દ્ર મોદી. તમારા નેતૃત્વમાં ટેક્નિકલ પરિવર્તનની તેજ ગતિ જોઇને પ્રેરણા મળે છે. આપણી મજબૂતી ભાગીદારીને ચાલુ રાખવા અને તમામ માટે કામ કરનાર એક ખુલ્લા, કનેક્ટેડ ઇન્ટરનેટને આગળ વધારવા માટે ભારતની G20 અધ્યક્ષતાનું સમર્થન કરવા માટે અમે તત્પર છે.'
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
આઇટી મંત્રી સાથે પણ મુલાકાત
ગૂગલ ફોર ઇન્ડીયાની 8મી એડિશનમાં સામેલ થવા માટે ભારત આવેલા સુંદર પિચાઇએ સૂચના અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ભારતમાં એઆઇ અને એઆઇ આધારિત સોલ્યૂશનને લઇને ચર્ચા થઇ. પિચાઇએ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે કંઇક એવું બનાવવું સરળ છે જે આખા દેશમાં ફેલાયેલ હોય અને એટલા માટે અવસર છે જે ભારત પાસે છે. સ્ટાર્ટઅપ માટે દરેકપળ સુંદર ક્ષણ છે, ભલે આપણે અત્યારે માઇક્રો ઇકોનોમિક સ્થિતિના માધ્યમથી કામ કરીરહ્યા છે.
ગૂગલની નજરમાં છે ભારત
દિલ્હીન પ્રગતિ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં સુંદર પિચાઇએ કહ્યું કે ગૂગલ ભારત સાથે વેપાર કરી રહેલા સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ નવી કંપનીઓ માટે ચિન્હિત 30 કરોડ ડોલરમાંથી એક-ચતૃથાંશ રકમ મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવશે.
પિચાઇએ કહ્યું કે ટેક્નોલોજી મોટાપાયે કામ કરી રહી છે અને દુનિયાભરના લોકોની જીંદગી પર અસર પાડી રહી છે. એવામાં જવાદાર તથા સંતુલિત નિયમ બનાવવાની માંગ ઉદભવી રહી છે. તેમણે કહ્યું કે તેની (ભારત) પાસે જે ટેક્નોલોજી હશે, તેને જોતાં આ સુનિશ્વિત કરવું મહત્વપૂર્ણ છે કે તમે લોકો માટે સુરક્ષા ઉપાય કરો. સંતુલન સાધો.
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે