કૈલાશ-માનસરોવર યાત્રા પર સુબ્રમણ્યમ સ્વામીનો આકરો પ્રહાર, જાણો શું કહ્યું ?

સ્વામીએ કહ્યું કે, એસપીજી સુરક્ષા હટાવવા ઉપરાંત રાહુલના દરેક પ્રવાસ પર સરકારે બારીક નજર રાખવાની જરૂર છે

કૈલાશ-માનસરોવર યાત્રા પર સુબ્રમણ્યમ સ્વામીનો આકરો પ્રહાર, જાણો શું કહ્યું ?

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવર યાત્રા પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આકરો શાબ્દિક પ્રહાર કર્યો હતો. ZEE MEDIA સાથેની ખાસ વાતચીતમાં સ્વામીએ કહ્યું કે, આ કોઇ ધાર્મિક યાત્રા નથી પરંતુ પ્રચાર - પ્રસાર માટેની યાત્રા છે. અમારા લોકોમાં જે અસલી હિંદુ હોય છે તેઓ તીર્થ યાત્રામાં પ્રચાર નથી કરતા અને આ પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ શિવ ભગવાનને નારાજ કરવા બરાબર છે. સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધી કેટલા પગલા ચાલ્યા તે તો જણાવી દીધું હવે તે પણ જણાવે કે કેટલા શ્વાસ લીધા છે. 

સ્વામીએ કહ્યું કે, આ યાત્રા દ્વારા કૈલાશ માનસરોવરનો દુરૂપયોગ થયો છે જે આપણા સંસ્કારની વિરુદ્ધ છે. રાહુલે જે પીક્ચર મોકલ્યા છે, તેમાં કોઇ પણ પ્રકારનાં કૈલાશનો ઉલ્લેખ નથી. રાહુલ ગાંધીએ કૈલાશની પવિત્રતા નુકસાન પહોંચાડ્યું છે. રાહુલ કૈલાશ માનસરોવર ભક્તિ માટે નથી ગયા પરંતુ રાજનીતિક અભિલાષા સાધવા માટે ગયા, જેનું તેમને નુકસાન થશે. 

સ્વામીએ કહ્યું કે, પશુપતિનાથમાં સોનિયા ગાંધીને પણ પરવાનગી નહોતી મળી કારણ કે તેઓ ક્રિશ્ચિયન છે. કદાચ રાહુલને પણ પરવાનગી નહી મળી હોય. સ્વામીએ કહ્યું કે, રાહુલ ગાંધી તો અસલી હિંદુ છે જ નહી. સ્વામીએ કહ્યું કે,રાહુલે કોઇ મહેનત કરી નથી ન તો કૈલાશ માનસરોવરને ખોલાવવામાં મદદ કરી. તેમણે કહ્યું કે, અમે જ્યારે કૈલાશ માનસરોવરને ખોલાવ્યું હતું ત્યારે કોંગ્રેસવાળાઓએ અડચણો નાખી હતી. રાહુલ ગાંધીએ દુબઇ જવાના સવાલ અંગે સ્વામીએ કહ્યું કે, આ વખતે રાહુલ ગાંધી એસપીજી સુરક્ષા વગર દુબઇ ગયા તો એસપીજીને સુરક્ષા પાછી લેવી જોઇએ અને સરકારે તેના પર નજર રાખવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news