આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં મુદ્દે મોદી સરકારે આઝાદ ભારતનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવા અંગેનો સંકલ્પ રજુ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિની મંજુરી સાથે આર્ટિકલ 35 A હટાવી દીધું છે. સરકારે આ મહત્વનાં નિર્ણયને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ સદનમાં સમર્થન કર્યું છે. તેમણે સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેઓ સરકારનાં પ્રસ્તાવનું સમર્થન કરે છે.
બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના: પાકિસ્તાને કહ્યું ભારત આવું ન કરી શકે
સુભાષચંદ્રાએ કહ્યું કે, કાલ રાત સુધી મને ખબર નહોતી કે આગામી અમેડમેંટ સારું હશે કે ખરાબ હશે પરંતુ આજે સવારે જ્યારે અમે અમેડમેન્ટ અંગે સાંભળ્યું તો અંદરથી ગદ ગદ થઇ ગયો. તેના માટે દેશનાં વડાપ્રધાન, ગૃહમંત્રીને શુભકામનાઓ. તેમણે કહ્યું કે, આ કામનો UPA-1 માં થઇ જવું જોઇતું હતું. ભારતનાં ઇતિહાસમાં આજનો દિવસ ઐતિહાસિક છે. 1947 બાદ મને લાગે છે કે મોદી સરકારનો આ સૌથી મોટો રાજનીતિક નિર્ણય છે.
અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ
આ અંગે તેમણે પાકિસ્તાનનાં 1994-95ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તે વર્ષે પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણી હતી. બેનજીર ભુટ્ટો વડાપ્રધાન હતા. ત્યાં Zee TV દેખાતું હતું. ભુટ્ટોએ ઇમરાન ખાન અને નવાઝ શરીફનાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો હતો. અમે અમારી ટીમ લંડનથી મોકલી હતી અને તમામનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાન જ્યુડિશિયલ સમિતીએ અમને બોલાવ્યા અને કહ્યું કે, તમારી સરકાર જો કલમ 370 ખતમ કરે તો કાશ્મીર મુદ્દો ખતમ થઇ જશે. મે આવીને તમામ રાજનીતિક મિત્રોને પુછ્યું કે, કલમ શા માટે નથી હટાવવામાં આવી રહી ? જો કે બધાએ માત્ર એમ જ કહ્યું કે, આ એક રાજનીતિક મુદ્દો છે. પરંતુ હવે મોદી સરકારે તેને સમાપ્ત કરવાનું સાહસિક પગલું ઉઠાવ્યું છે.
હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે
આ સાથે જ ડૉ. ચંદ્રાએ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની તે વાતનો પણ વિરોધ વ્યક્ત કર્યો જેમાં કહેવાયું હતું કે, કલમ 370ના કારણે કાશ્મીરનો ભારતમાં વિલય થયો હતો. ડૉ. ચંદ્રાએ કહ્યું કે, 1947માં નહી પરંતુ 1949-50માં અનુચ્છેદ 370 લાગુ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ના કારણે અનેક લોકોનાં જીવ ગયા, અશાંતિનું વાતાવરણ બન્યું. આ દ્રષ્ટીએ સરકારનું નવું બિલ કાશ્મીરને ફરી જન્નત બનાવવાનો સંકલ્પ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે