Srinagar Encounter: શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એનકાઉન્ટરમાં એક આતંકી ઢેર

Srinagar Encounter: શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષાદળોને મોટી સફલતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે.

Srinagar Encounter: શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એનકાઉન્ટરમાં એક આતંકી ઢેર

શ્રીનગરઃ Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને કહ્યુ કે, અજાણ્યા આતંકવાદીને અથડામણમાં ઠાર કરવામાં આવ્યો છે. હજુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા ગુરૂવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી 130થી વધુ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. ઘાટીમાં 38 વિદેશીઓ સહિત 150-200 આતંકી હજુ પણ સક્રિય છે. 

(Visuals deferred by unspecified time) pic.twitter.com/8DmAB6NAw4

— ANI (@ANI) November 15, 2021

જમ્મુ-કાશ્મીરમાં હાલના દિવસોમાં આતંકી હુમલાની ઘટનામાં વધારો થયો છે. આઠ નવેમ્બરે આતંકીઓએ એક સેલ્સમેનની હત્યા કરી દીધી હતી. તેના એક દિવસ પહેલા 7 નવેમ્બરે આતંકીઓએ એક કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તો ઓક્ટોબરમાં આતંકીઓએ 13 નાગરિકોની હત્યા કરી હતી. તેમાં બિઝનેશમેન, મજૂર અને શિક્ષક સામેલ છે. ઓક્ટોબરમાં 12 જવાન આતંકી હુમલામાં શહીદ થયા હતા. તો સુરક્ષાદળોએ 20 આતંકીઓને ઠાર કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news