અહીં મહાદેવે 1 કરોડ દેવતાઓને બનાવ્યા હતા પથ્થર, જાણો ભારતના સૌથી રહસ્યમય મંદિરની કહાની

Unakoti Temple Mystery: આજ સુધી એ પણ જાણી શકાયું નથી કે આ મૂર્તિઓ કોણે અને શા માટે બનાવી? આ સિવાય આ મૂર્તિઓ ક્યારે બની હતી તે પણ જાણી શકાયું નથી.

અહીં મહાદેવે 1 કરોડ દેવતાઓને બનાવ્યા હતા પથ્થર, જાણો ભારતના સૌથી રહસ્યમય મંદિરની કહાની

Unakoti Temple Mystery: અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ત્રિપુરાની રાજધાની અગરતલા પાસે છે. આ મંદિરનું નામ ઉનાકોટી છે. આ મંદિરનું રહસ્ય વૈજ્ઞાનિકો આજે પણ સમજી શક્યા નથી કે આ મંદિરમાં એક કરોડથી એક મૂર્તિ કેમ ઓછી છે. મૂર્તિઓની રહસ્યમય સંખ્યાને કારણે તેનું નામ ઉનાકોટી પડ્યું છે. ઉનાકોટીનો અર્થ થાય છે એક કરોડમાં એક ઓછુ.

ના ઉકેલાયું 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય-
આ મંદિર ખૂબ ખાસ છે. ઉનાકોટી મંદિર અગરતલાથી લગભગ 145 કિલોમીટર દૂર આવેલું છે. આજ સુધી આ 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓનું રહસ્ય ઉકેલાયું નથી. આજ સુધી એ પણ જાણી શકાયું નથી કે આ મૂર્તિઓ કોણે અને શા માટે બનાવી? આ સિવાય આ મૂર્તિઓ ક્યારે બની હતી તે પણ જાણી શકાયું નથી.

ભોલે થાને આપ્યો હતો શ્રાપ-
આ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મંદિરમાં પથ્થરોમાંથી શિલ્પો કોતરવામાં આવ્યા છે. દંતકથા પ્રમાણે, એકવાર ભગવાન શંકર સહિત એક કરોડ દેવી-દેવતાઓ તેમની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન અહીં રાત્રીના સમયે તમામ દેવી-દેવતાઓ ઉનાકોટીમાં આરામ કરવા લાગ્યા હતા. જો કે, ભગવાન શંકરે તમામ દેવતાઓને કહ્યું હતું કે સૂર્યોદય પહેલા આ સ્થાન છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદય પહેલા માત્ર ભગવાન શિવ જ જાગ્યા અન્ય તમામ દેવતાઓ સૂતા રહ્યા. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બધા દેવતાઓને શ્રાપ આપીને તેમને પથ્થર બનાવી દીધા.

એક રાતમાં 1 કરોડ મૂર્તિઓ ન બનાવી શક્યો શિલ્પકાર-
આ મંદિર સાથે જોડાયેલી બીજી એક દંત કથા સાંભળવા મળે છે. કાલુ નામનો શિલ્પકાર ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવા માંગતો હતો. શિલ્પકારના આગ્રહના કારણે ભગવાન શંકરે તેને રાતોરાત એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કહ્યું હતું. શિલ્પકારે આખી રાત મૂર્તિઓ બનાવી પરંતુ સવાર પડતા ગણતરીમાં એક મૂર્તિ ઓછી નીકળી. જેથી ભગવાન શિવ તે શિલ્પકારને પોતાની સાથે ના લઈ ગયા.

ચારે તરફ ગાઢ જંગલ છે-
ઉનાકોટી મંદિર એક પહાડી વિસ્તારમાં આવેલું છે. તેની ચારે તરફ ગાઢ જંગલ છે. આજ સુધી એ જાણી શકાયું નથી કે જંગલની વચ્ચે લાખો મૂર્તિઓનું નિર્માણ કેવી રીતે થઈ ગયું. જો આટલી બધી મૂર્તિઓ બનાવવી હોય તો વર્ષો જતા રહ્યા હોત. અહીં સ્વેમ્પના કારણે કોઈ રહેતું ન હતું. આટલી બધી મૂર્તિ અહી કેવી રીતે આવી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news