સાવ સસ્તામાં બુક કરાવો પ્લેનની ટિકિટ! મફતના ભાવમાં મજેદાર જગ્યાઓ પર જવાનો મોકો

Spicejet independence day sale: Spicejet તમારા માટે સસ્તી એર ટિકિટ બુકિંગની સુવિધા લાવ્યું છે. સ્વતંત્રતા દિવસ 2023 ના અવસર પર, આ ઓફર ભારતીય એરલાઇનર્સ તરફથી મળી રહી છે.

સાવ સસ્તામાં બુક કરાવો પ્લેનની ટિકિટ! મફતના ભાવમાં મજેદાર જગ્યાઓ પર જવાનો મોકો

Spicejet Sale: પ્લેનમાં મુસાફરી કરવી કોને ના ગમે...દરેક માણસનું સપનું હોય છેેકે, તે ક્યારેક વિમાનની મુસાફરી કરે, પણ ઉંચા ભાડાને કારણે દરેકને આવો મોકો મળતો નથી. ત્યારે આવખતે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવી માહિતી જે તમારું વિમાનમાં બેસવાનું વર્ષો જૂનું સપનું કરાવી શકે છે પુરું... જો તમે પણ આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનો પ્લાન ધરાવો છો, તો સ્પાઈસજેટ તમારા માટે સસ્તી એર ટિકિટ બુકિંગની સુવિધા લઈને આવ્યું છે. સ્વતંત્રતા દિવસ 2023 ના અવસર પર, આ ઓફર ભારતીય એરલાઇનર્સ તરફથી મળી રહી છે. આ ઓફર હેઠળ તમે 14મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ સુધી ટિકિટ બુક કરાવી શકો છો.

સ્પાઇસજેટે ટ્વીટ કર્યું-
સ્પાઇસજેટ મુસાફરો માટે સ્વતંત્રતા દિવસ સેલ લાવ્યું છે, જેમાં તમે માત્ર રૂ. 1515માં તમારી હવાઈ મુસાફરીની ટિકિટ બુક કરાવી શકો છો. આ ટિકિટની રકમમાં તમામ ટેક્સ સામેલ છે. આની મદદથી તમે માત્ર રૂ.15માં તમારી મનપસંદ સીટ પસંદ કરી શકો છો. આ સાથે તમને 2000 રૂપિયાનું ટિકિટ વાઉચર પણ મળશે.
 

— SpiceJet (@flyspicejet) August 14, 2023

 

તમે 15મી ઓગસ્ટથી 30મી માર્ચ સુધી મુસાફરી કરી શકો છો-
સ્પાઇસજેટે જણાવ્યું છે કે આ ટિકિટ બુકિંગ હેઠળ તમે 15 ઓગસ્ટ 2023 થી 30 માર્ચ 2024 સુધી મુસાફરી કરી શકો છો. એટલે કે તમે માર્ચ સુધીની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકો છો. પહેલા આવો પહેલા સેવાના ધોરણે ટિકિટ ઉપલબ્ધ છે.

કયા રાજ્યો માટે ટિકિટ બુક કરાવી શકે છે-
આ સેલ હેઠળ તમે ચેન્નાઈ-હૈદરાબાદ, ગુવાહાટી-બાગડોગરા, મુંબઈ-ગોવા, ગોવા-મુંબઈ અને જમ્મુ-શ્રીનગર સહિત ઘણા રાજ્યોની ટિકિટ માત્ર 1515 રૂપિયા પ્રતિ વ્યક્તિમાં બુક કરાવી શકો છો.

કંપનીના સીઈઓએ આ વાત કહી-
માહિતી આપતા સ્પાઈસજેટના સીઈઓએ કહ્યું કે અમને આ સેલ વિશે માહિતી આપતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ સેલ હેઠળ તમે તમારા પરિવાર સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો, જેમાં તમે સસ્તામાં ટિકિટ બુક કરાવી શકો છો. આ સાથે સીઈઓએ કહ્યું છે કે આ ઓફરનો લાભ તમને ડોમેસ્ટિક ફ્લાઈટ પર જ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news