18 ઓગસ્ટે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ ₹151-166 નક્કી, જાણો અન્ય વિગત

Pyramid Technoplast IPO: ઈન્ડસ્ટ્રિયલ પેકેજિંગ કંપનીનો ઈનિશિયલ પબ્લિક ઓફર 18-22 ઓગસ્ટ વચ્ચે સબ્સક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે. આવો આ આઈપીઓ સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ.

18 ઓગસ્ટે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ ₹151-166 નક્કી, જાણો અન્ય વિગત

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં એન્ટ્રી કરવા માટે એક બાદ એક કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. 18 ઓગસ્ટે વધુ એક કંપની પોતાની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)લઈને આવી રહી છે. તેને જોતા લાગે છે કે શેર બજારમાં આઈપીઓનું પૂર આવી રહ્યું છે. ઈન્ડસ્ટ્રિયલ પેકેજિંગ કંપની રિપામિડ ટેક્નોપ્લાસ્ટ (Pyramid Technoplast IPO) પણ પોતાનો આઈપીઓ લાવી રહી છે. 

પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ એસબીએફસી ફાઈનાન્સ, કોનકોર્ડ બાયોટેક અને ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ બાદ આ મહિને ખુલનાર ચોથો આઈપીઓ હશે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ 18 ઓગસ્ટ, 2023ના ખુલવાનો છે. તેમાં ઈન્વેસ્ટર 22 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકશે. 

પ્રાઇઝ બેન્ડ 151-166 રૂપિયા
કંપનીએ પોતાના શેર માટે 151-166 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ઈન્વેસ્ટર લોટના હિસાબે આ શેરમાં બોલી લગાવી શકે છે. એક લોટમાં કંપનીના ઓછામાં ઓછા 90 શેર હશે અને ત્યારબાદ તેના મલ્ટીપલ શેર માટે બોલી લગાવી શકાય છે. 

17 ઓગસ્ટે એન્કર ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ
રિટેલ ઈન્વેસ્ટરોએ એક લોટ (90 શેર) માટે બોલી લગાવવા માટે ઓછામાં ઓછા 14940 રૂપિયા રોકવા પડશે. એક ઈન્વેસ્ટર વધુમાં વધુ 1,94,220 રૂપિયા (1170 શેર) માટે બોલી લગાવી શકે છે. આઈપીઓ ખુલવાના એક દિવસ પહેલા એટલે કે 17 ઓગસ્ટે એન્કર ઈન્વેસ્ટર માટે સ્પેશિયલ ઈશ્યૂ લાવવામાં આવશે. 

આઈપીઓ દ્વારા 153.05 કરોડનું ફંડ એકઠું કરવાની યોજના
કંપની પોતાના આઈપીઓ હેઠળ કુલ 92.2 લાખ શેરને વેચાણ માટે રાખશે. તેમાં 55 લાખ નવા શેર હશે. જેના વેચાણથી મળનાર પૈસા કંપનીના ખાતામાં જશે. તો બાકી 37.2 લાખ શેર કંપનીના વર્તમાન પ્રમોટરો દ્વારા વેચાણ માટે રાખવામાં આવશે. 166 રૂપિયાની ઉપરી પ્રાઇઝ બેન્ડ પ્રમાણે કંપનીએ પોતાના આઈપીઓથી આશરે 153.05 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news