LIVE: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર, ચૂંટાયેલા સભ્યો લઇ રહ્યા છે શપથ

મહારાષ્ટ્ર, (Maharashtra) વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઇ ગયું છે. પ્રોમેટ સ્પીકર કાલિદાસ કોલંબકર ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવી રહ્યા છે. અજિત પવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. 

LIVE: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર, ચૂંટાયેલા સભ્યો લઇ રહ્યા છે શપથ

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ના થનાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) બુધવારે સવારે પોતાની પત્ની સાથે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કહ્યું કે આ સરકાર ચાલશે, આ એક ઓટો-ટેમ્પો સરકાર છે પરંતુ ચાલશે. તો બીજી તરફ બાલાસાહબ થોરાટે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે અને હું ડેપ્યુટી સીએમ હોઇશ મને ખબર નથી કે કોંગ્રેસને મંત્રાલય મળશે. 

વિધાસનભાનું વિશેષ સત્ર ચાલુ છે. પ્રોમેટ સ્પીકર કાલિદાસ કોલંબકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવી રહ્યા છે. કુલ 288 નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરવાના છે. 

મહારાષ્ટ્ર, (Maharashtra) વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઇ ગયું છે. પ્રોમેટ સ્પીકર કાલિદાસ કોલંબકર ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવી રહ્યા છે. અજિત પવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. સાથે જ સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરવો પડશે. જોવાનું એ રહેશે છે શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress)ને મળીને બની રહેલા વિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં કેટલા વોટ પડે છે. બહુમત પરીક્ષણની પુરી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ હશે. એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે.  

તમને જણાવી દઇએ કે (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) 28 નવેમ્બરે એટલે કે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન મુંબઇના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના ધ્યક્ષ બાલાસાહેબ થોરાત (Balasaheb Thorat) એ પત્રકારોને આ જાણકારી આપી હતી. શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યા સુધી હશે. શિવસેના (Shiv Sena) પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ મોકલવામાં આવશે. 

શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ મળીને બનાવેલા મહા વિકાસ અઘાડી ગઠબંધને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ઘારાસભ્ય દળના નેતા ચૂંટ્યા હતા. ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સીધા પોતાના આવાસ માતોશ્રી પર પિતા અને શિવસેના (Shiv Sena) સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 

આ પહેલાં મુંબઇ ટ્રાઇડેંટ હોટલમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ ત્યાં હાજર શરદ પવારને પગે લાગીને તેમના આર્શિવાદ લીધા હતા. સાથે જ એમ કહ્યું હતું કે મોટા ભાઇ (વડાપ્રધાન નરેંદ્ર મોદી)ને મળવા દિલ્હી જશે. ત્યારબાદ 'મહા વિકાસ અઘાડી'ના ઘારાસભ્યો અને નેતાઓને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખીને શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પોતાના નેતા જાહેર કર્યા. 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ આરોપ લગાવ્યો છે કે તેમને જ્યારે જરૂર હતી ત્યારે તેમણે શિવસેનાને એકલી છોડી દીધી હતી. સાથે જ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લગાવવામાં આરોપનો જવાબ આપતાં કહ્યું કે અમે કોંગ્રેસ અથવા સોનિયા ગાંધી સમક્ષ ઝુક્યા નથી અમે તેમને ગળે મળ્યા છીએ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીનું નામ લીધા વગર કહ્યું કે તે દિલ્હી જઇને મોટાભાઇને મળશે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે ફરીથી મહારાજ છત્રપતિ મહારાજના સપનાઓનું મહરાષ્ટ્ર ફરીથી તૈયાર કરીશું. તેમણે કહ્યું કે હું તમારા દ્વારા આપવામાં આવેલી જવાબદારી સ્વિકાર કરું છું. હું આ પદ પરએકલો નથી, તમે પણ મુખ્યમંત્રી છો આ સાચું લોકતંત્ર છે. આપણે બધા મળીને રાજ્યના ખેડૂતોના આંસુ સારીશું. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું. હું કોઇ વાતથી ડરતો નથી. જુઠાણું હિંદુત્વનો ભાગ નથી. જરૂર પડતાં તમે અમને ગળે લગાવો અને જ્યારે જરૂર ન હોય ત્યારે અમને છોડી દો. તમારી આ નીતિ રહી છે. તેમણે કહ્યું કે મેં રાજ્યનું નેતૃત્વ કરવાનું સપનું નથી. હું સોનિયા ગાંધી અને અન્ય લોકોનો આભાર વ્યક્ત કરું છું. અમે એકબીજા પર વિશ્વાસ રાખીને દેશને નવી દિશા આપી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news