કોંગ્રેસને મોટો ફટકો, ગુંડાઓને પાર્ટીમાં પ્રાથમિકતા મળવા મુદ્દે નારાજ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી છોડી- સૂત્ર

કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે.

કોંગ્રેસને મોટો ફટકો, ગુંડાઓને પાર્ટીમાં પ્રાથમિકતા મળવા મુદ્દે નારાજ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી છોડી- સૂત્ર

નવી દિલ્હી: કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના મીડિયા સેલના સંયોજક પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામું આપ્યું છે. આ અગાઉ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી પ્રવક્તા પદ હટાવી દીધુ હતું.  આ સાથે જ તેમણે કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપ (AICC online media) નો પણ સાથ છોડી દીધો હતો. જેનાથી પાર્ટી વિરુદ્ધ તેમની નારાજગી અને કોંગ્રેસ છોડવાની અટકળો તેજ થઈ ગઈ હતી. 

અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે. 

પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, "ખુબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."

જુઓ LIVE TV 

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ પ્રિયંકા રાફેલ મામલે પત્રકાર પરિષદ કરવા માટે મથુરામાં હતા અને ત્યાં પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી. તેમની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે કાર્યકર્તાઓ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયા બાદ તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યુપીસીસીના આ પગલાંથી નારાજ પ્રિયંકાએ ટ્વિટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ પોતાની નારાજગીથી વાકેફ કરાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news