રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !

કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં બદલે કોઇ બીજા નેતાની પસંદગી મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે પુછવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીદો હતો. સંસદ ભવન પરિસરમાં આ અંગે પુછવામાં આવતા સોનિયાએ પત્રકારોને કહ્યું કે, નો કોમેન્ટ (કોઇ ટીપ્પણી નહી). બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના આગામી પગલા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે, તેઓ પોતાના અંગે કોઇ નિર્ણય નહી લે. 
રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં બદલે કોઇ બીજા નેતાની પસંદગી મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે પુછવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીદો હતો. સંસદ ભવન પરિસરમાં આ અંગે પુછવામાં આવતા સોનિયાએ પત્રકારોને કહ્યું કે, નો કોમેન્ટ (કોઇ ટીપ્પણી નહી). બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના આગામી પગલા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે, તેઓ પોતાના અંગે કોઇ નિર્ણય નહી લે. 

દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદથી રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ છોડવા મુદ્દે અડેલા છે, પરંતુ કોંગ્રેસની સર્વોચ્ચ નીતિ નિર્ધાર એકમ કોંગ્રેસ કાર્ય સમિતી (CWC) તેના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી ચુક્યા છે અને તેમને તમામ સ્તરો પર પાર્ટીની પુન: રચના કરવા માટે કહ્યું છે. 

સંસદમાં રાષ્ટ્રપતિએ કહ્યું- જલદી મળશે રાફેલ વિમાન, રાહુલ બોલ્યા-ડીલમાં થઈ છે ચોરી 
હું નહી, પાર્ટી નક્કી કરશે મારો ઉત્તરાધિકારી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનાં આગામી પગલાઓ મુદ્દે ચાલી રહેલી અટકળો વચ્ચે ગુરૂવારે કહ્યું કે, તેઓ નહી, પરંતુ તેમની પાર્ટી તેમના ઉત્તરાધિકારીના સંબંધમાં નિર્ણય કરશે. ગાંધીને જ્યારે પુછવામાંઆવ્યું કે, તેમની પછી કોણ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવશે, તો તેમણે ઉત્તર આપ્યો કે તેમના ઉત્તરાધિકારી અંગે તેઓ નિર્ણય નહી લે. 

VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદથી રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ છોડવા માટે સતત સીડબલ્યુસી પર દબાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સીડબલ્યુસી દ્વારા તેમનું રાજીનામું ફગાવી દેવાયું છે, તેમને તમામ સ્તર પર પાર્ટીની પુન: રચના કરવા માટે જણાવવામાં આવ્યું છે. ગાંધીએ તેમ પણ કહ્યું કે, આજે પણ તેમનું તે જ વલણ છે કે રાફેલ વિમાન સોદામાં ચોરી થઇ છે. 
ભારતીય સેનાના આ પગલાંથી પાકિસ્તાનની આતંકવાદની ફેક્ટરી પર લાગ્યું તાળું
સંસદનાં બંન્ને સદનોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણમાં રાફેલના ઉલ્લેખ અંગે પુછવામાં આવેલા સવાલનાં જવાબમાં ગાંધીએ સંસદ ભવનમાં આ ટિપ્પણી કરી. ગાંધીએ સંસદની બહાર પત્રકારોને કહ્યું કે, મારૂ વલણ આજે પણ તે જ છે કે રાફેલ વિમાન સોદામાં ગોટાળો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news