વડોદરાઃ પાનોલી કંપનીમાં ગેસગળતર થતાં 9 કર્મચારી ઈજાગ્રસ્ત, 3ની સ્થિતિ ગંભીર
વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં મોડી રાત્રે ગેસ ગળતર થતાં 9 જેટલા કર્મચારીઓને આંખોમાં અસર થઇ હતી. આંખોમાં બળતરા થતાં તમામને છાણી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા
Trending Photos
વડોદરાઃ વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં મોડી રાત્રે ગેસ ગળતર થતાં 9 જેટલા કર્મચારીઓને આંખોમાં અસર થઇ હતી. આંખોમાં બળતરા થતાં તમામને છાણી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ગેસની અસર પામેલા કર્મચારીઓ પૈકી 3 કર્મચારીઓને આંખમાં વધુ અસર થઇ હોવાથી તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર ગેસ ખાલી કરવામાં આવી રહ્યો હતો.
ઝેરી ગેસ લીકેજને પગલે કર્મચારીઓમાં અફરાતફરી મચી
નંદેસરી સ્થિત પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થવાના કારણે કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ગેસ ગળતર થતાં જ કર્મચારીઓને આંખોમાં બળતરા સાથે દેખાવાનું બંધ થઇ ગયું હતું. આ સાથે ગેસ ગળતરથી કર્મચારીઓને શરીરમાં પણ બળતરા થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અસર પામેલા 9 કર્મચારીઓ પૈકી 3 કર્મચારીઓને સવારે રજા આપી દેવામાં આવી હતી. જ્યારે 6 કર્મચારી સારવાર હેઠળ છે.
ગંભીર રીતે ઘાયલ 3 કર્મચારીને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ ત્રણ કર્મચારીને આંખેથી કશું દેખાતું નથી. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ કર્મચારીઓને બે દિવસ પછી સારી રીતે દેખાતું થશે. નંદેસરી ખાતે આવેલી પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં બનેલી ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગેસ ગળતર કેવી રીતે થયો તેના અંગે તપાસ શરૂ કરી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ કંપનીમાં તપાસ માટે પહોંચી ગઈ છે.
ઈજાગ્રસ્ત બનેલા કર્મચારી
- મનોજ વ્યાસ (આઈસીયુમાં)
- ગંગારામ ચૌધરી (આઈસીયુમાં)
- રતનસિંહ (આઈસીયુમાં)
- કૌસલ પટેલ (જનરલ વોર્ડમાં)
- કલ્યાણસિંહ (જનરલ વોર્ડમાં)
- હેમરાજ વિશ્વકર્મા (જનરલ વોર્ડમાં)
- નટવરસિંહ રાઠોડ (ડિસ્ચાર્જ)
- રામ કુમાર (ડિસ્ચાર્જ)
નંદેસરીમાં આવેલી પાનોલી ઇન્ટરમીડિયેટ કંપનીમાં આ અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી છે, પરંતુ કંપની સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી. કંપની દ્વારા આવી ઘટનાઓને યેન-કેન પ્રકારે ઢાંકી દેવામાં આવે છે. કંપનીમાં કર્મચારીઓ માટે સુરક્ષાના પુરતા સાધનો ન હોવાની પણ ચર્ચા અવાર-નવાર થઈ છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે