અમદાવાદઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 330 કેસ, વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં


અમદાવાદ જિલ્લામાં સતત 11માં દિવસે કોરોના વાયરસના 300થી વધુ કેસ નોંધાયા છે. તો વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 અમદાવાદઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 330 કેસ, વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં

અમદાવાદઃ જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે નવા 330 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 22 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે અમદાવાદ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 17,629 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 1253 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 233 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ થનાર સંક્રમિતોની સંખ્યા 12280 થઈ ગઈ છે. 

ભાજપના કોર્પોરેટર દિલીપ બગરિયાનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર બન્યા છે. વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો શહેરમાં અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના થઈને કુલ 12 જેટલા કોર્પોરેટર કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં બે કોર્પોરેટરના નિધન થયા છે. 

અમદાવાદમાં સતત 11માં દિવસે 300થી વધુ કેસ
અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે. અહીં સતત અગિયારમાં દિવસે 300થી વધુ કેસ નોંધાયા છે. તો 20થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 

અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ
7 જૂનના રોજ 318
8 જૂને 346,
9 જૂને 331
10 જૂને 343
11 જૂને 330
12 જૂને 327
13 જૂને 344
14 જૂને 334
15 જૂને 327
16 જૂને 332 
17 જૂને 330 કેસ

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news