મુઝફ્ફરપુર રેપ કાંડઃ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ આપ્યું રાજીનામું

બિહાર સરકારમાં સમાજ કલ્યાણ વિભાગની મંત્રી મંજૂ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
 

મુઝફ્ફરપુર રેપ કાંડઃ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ આપ્યું રાજીનામું

પટનાઃ બિહાર સરકારમાં સમાજ કલ્યાણ વિભાગની મંત્રી મંજૂ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંત્રી મંજૂ વર્માના પતિ પર મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સાથે કથિત સંબંધનો આરોપ લાગી રહ્યો છે. બુધવારે તે વાતનો ખુલાસો થયો કે બ્રજેશ ઠાકુર અને મંજૂ વર્માના પતિ વચ્ચે કુલ 17 વાર ફોન પર વાત થઈ હતી. આ ખુલાસા બાદ મંજૂ વર્માના રાજીનામાંની માંગ ઉઠી હતી. 

મંત્રી મંજૂ વર્માના રાજીનામાં માટે નીતીશ કુમાર પર સતત નિશાન સાધવામાં આવતું હતું. નેતા વિપક્ષ તેજસ્વી યાદવ સતત નીતીશ કુમાર પર મંત્રી અને અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવી રહ્યાં હતા. 

સતત વધતા દબાવ બાદ મંજૂ વર્માએ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ રાજીનામું આપ્યું છે. તેવું પહેલા જ માનવામાં આવી રહ્યું હતું કે, ફોન કોલ્સના ખુલાસા બાદ મંત્રી મંજૂ વર્માની મુશ્કેલી વધી શકે છે. પરંતુ આ પહેલા મંજૂ વર્માએ પણ કહ્યું હતું કે, જો હું રાજીનામું આપીશ તો મારા પતિ આરોપી બની જશે. તેથી હું રાજીનામું નહીં આપું. 

બ્રજેશ ઠાકુરે કોર્ટ જતા પહેલા મીડિયાને પોતાના નિવેદનમાં કહ્યું કે, તેના પર લાગેલા તમામ આરોપ પાયાવિહોણા અને નિરાધાર છે. બ્રજેશ ઠાકુરે કહ્યું કે તેને રાજનીતિ હેઠળ ફસાવવામાં આવી રહ્યાં છે. સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ સાથે તેમની વાત થઈ તેને લઈને બ્રજેશે કહ્યું કે, તેની સાથે માત્ર રાજકીય વાતચીત થઈ છે. 

બ્રજેશ ઠાકુરનું કહેવું છે કે, તેના પર લાગેલા તમામ આરોપ નિરાધાર અને ખોટા છે. તે મુઝફ્ફરપુરથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યાં હતા અને તે કોંગ્રેસમાં જવા ઈચ્છતા હતા તેથી તેને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news