જમ્મૂ-કાશ્મીર: ભારે હિમવર્ષાથી સફરજન અને બદામના ઝાડ તૂટી ગયા, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન
Trending Photos
શ્રીનગર: કાશ્મીરમાં શનિવારે પણ ભારે હિમવર્ષા (Snowfall)થી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ રહ્યું છે. ગત કેટલાક દિવસોથી સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી જેથી અહીં સફરજનના ઝાડને પણ ભારે નુકસાન થયું છે. પુલવામા અને શોપિયા જિલ્લામાં ઉંચી પહાડીઓમાં સફરજનના ઝાડને વધુ નુકસાન પહોંચ્યું છે, કારણ કે જ્યારે હિમવર્ષા થઇ, તે સમયે ઝાડ પર ફળ લટકતા હતા.
તાજેતરમાં જ થયેલી હિમવર્ષાએ દક્ષિણ કાશ્મીરના પુલમાવા અને શોપિયા જિલ્લામાં મોટાભાગના સફરજનના બગીચાઓને નુકસાન પહોંચાડ્યું છે. કાશ્મીરના સફરજન ઉત્પાદક ક્ષેત્રોમાંથી એક પુલવામા અને શોપિયા જિલ્લામાં ઉત્પાદકોએ કહ્યું કે ભારે હિમવર્ષાના લીધે સરફજનના ઝાડને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેની ડાળીઓ તૂટી ગઇ છે.
તેમણે જણાવ્યું કે નવેમ્બર મહિનામાં કમોસમી હિમવર્ષા સામાન્ય હિમવર્ષાની તુલનામાં ભારે હતી અને ઝાડની ડાળીઓ પર જમા થતાં ઢળી પડી છે.
અધિકારી આ વાતનો સ્વિકાર કર્યો છે કે ગત બે દિવસોમાં થયેલી હિમવર્ષાથી ઘાટીમાં સ્થિત મોટાભાગના બગીચાઓને નુકસાન પહોંચ્યું છે. તેમના અનુસાર બાગાયતી વિશેષજ્ઞોએ એક ટીમને કુલ નુકસાનનું આંકલન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. શરૂઆતી રિપોર્ટો દ્વારા જાણવા મળે છે કે મેદાની વિસ્તારોમાંથી 30 થી 35% નુકસાન થયું છે જ્યારે પહાડી વિસ્તારોમાં હજુ પણ નુકસાન પહોંચી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાશ્મીર ઘાટીમાં થયેલી હિમવર્ષાએ ઘાટીના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. આ કમોસમી હિમવર્ષાથી હજારો, સફરજન, બદામ અને બોરના ઝાડને નુકસાન પહોંચ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે