BOX OFFICE પર 'મરજાવાં'ની શાનદાર શરૂઆત, પહેલાં દિવસે કરી આટલા કરોડની કમાણી

બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અમે રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવાં'  (Marjaavaan)' 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ પહેલાં આ જોડી આપણને 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવવામાં સફળ થઇ હતી.

BOX OFFICE પર 'મરજાવાં'ની શાનદાર શરૂઆત, પહેલાં દિવસે કરી આટલા કરોડની કમાણી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અમે રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવાં'  (Marjaavaan)' 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ પહેલાં આ જોડી આપણને 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવવામાં સફળ થઇ હતી. મિલાપ જાવેરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મરજાવાં'માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતારિયા, નાસર અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. હવે ફિલ્મની પહેલા દિવસની કમાણી પણ સામે આવી છે. 
FILM REVIEW: 'प्यार, इमोशन और बदला' का मिश्रण है फिल्म 'मरजावां'

ફિલ્મની એક દિવસની કમાણી જોઇને એવું લાગે છે કે આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી છે. બોક્સ ઓફિસ ઇન્ડીયાના અનુસાર ફિલ્મ 'મરજાવાં' પોતાના ઓપનિંગ ડે પર લગભગ 7 કરોડ સુધીની કમાણી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હવે વાત ફિલ્મ 'મરજાવાં'ની કહાણી કરીએ તો તેમાં કંઇક નવીનતા જોવા મળતી નથી. પ્રેમ, મહોબ્બત, ઇમોશન અને બદલો આ બધુ હોવા છતાં ફિલ્મની કહાની ક્યાંક ને ક્યાંક નબળી બનાવે છે.
 

ફિલ્મની કહાની ટેન્કર માફિયા કિંગ અન્ના (નાસર) રધુ (સિદ્ધાર્થ મલ્હોત્રા), અન્નાનો પુત્ર વિષ્ણુ (રિતેશ દેશમુખ), બાર ડાન્સર આરજૂ (રકુલ પ્રીત સિંહ) અને જોયા (તારા સુતારિયા) પર કેંદ્વીત છે. નાસરને રઘુ બાળપણમાં જ ગટરની પાસે મળી હતી અને બાળપણથી જ રધુને નાસ જ પોતાના પુત્રની માફક ઉછેરે છે, એટલા માટે રઘુ પણ નાસરની કોઇપણ વાત કાપતો નથી. અપરાધ માફિયા તમામ કાળા કારનામા અને ખૂન ખરાબામાં અન્નાનો જમણો હાથ રહ્યો છે. પરંતુ નાસરનો અસલી પુત્ર વિષ્ણુને આ વાતથી ઇર્ષા થાય છે. આમ તો ફિલ્મના ગીતો તમને ઇમોશન જરૂર કરશે. લગભગ તેના બધા ગીતો સોશિયલ મીડિયા પર હિટ રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news