Goa bar row: સ્મૃતિ ઈરાનીએ આ નેતાઓને મોકલી લીગલ નોટિસ, પુત્રી પર લગાવ્યા હતા આરોપ

Goa bar row Latest Update: પુત્રી પર બાર ચલાવવાના આરોપોને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ વિરુદ્ધ મોટા પગલા ભર્યા છે. ઈરાનીએ કોંગ્રેસ નેતાઓને લીગલ નોટિસ મોકલી છે. 
 

Goa bar row: સ્મૃતિ ઈરાનીએ આ નેતાઓને મોકલી લીગલ નોટિસ, પુત્રી પર લગાવ્યા હતા આરોપ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીને લઈને કોંગ્રેસના આરોપો પર વિવાદ વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દે આમને-સામને છે. હવે સ્મૃતિ ઈરાનીએ પોતાની 18 વર્ષીય પુત્રી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા પવન ખેડા, જયરામ રમેશ, નીતા ડીસૂઝા અને કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલી છે. સ્મૃતિ ઈરાનીએ બિનશરતી લેખિતમાં માફી માંગવા અને આરોપોને તત્કાલ પ્રભાવથી પરત લેવાનું કહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિની પુત્રી ગોવામાં ગેરકાયદેસર રૂપથી બાર ચલાવી રહી છે. આ આરોપ લગાવતા કોંગ્રેસે પીએમ મોદીને અપીલ કરી કે સ્મૃતિ ઈરાનીને મંત્રી પદેથી હટાવી દેવામાં આવે. 

સ્મૃતીએ નોટિસ મોકલવાની કરી હતી જાહેરાત
કોંગ્રેસના આરોપો પર સ્મૃતિ ઈરાનીએ શનિવારે કોંગ્રેસ નેતાઓને લીગલ નોટિસ મોકલવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની 18 વર્ષની પુત્રી જોઈશ કોલેજની પ્રથમ વર્ષની છાત્તા છે. તે બાર ચલાવતી નથી. મારી પુત્રીની ભૂલ તે છે કે તેના માતાએ સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા 5000 કરોડ રૂપિયાની લૂટ પર પત્રકાર પરિષદ યોજી. હું કાયદાની અદાલત, લોકોની અદાલતમાં જવાબ માંગીશ. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે વિપક્ષી દળે તેમની પુત્રીનું જાહેર રૂપથી ચરિત્ર હનન કર્યું છે. 

ઈરાનીની પુત્રી પર ગંભીર આરોપ
ઈરાનીની પુત્રીના વકીલ કીરત નાગરાએ કહ્યુ કે, તેમના ક્લાયન્ટ સિલી સોલ્સ નામની રેસ્ટોરન્સની ન તો માલિક છે અને ન તેનું સંચાલન કરે છે. તેને કોઈ કારણ દર્શાવો નોટિસ મળી નથી. નાગરાએ કહ્યુ કે, અંગત સ્વાર્થવાળા ઘણા લોકો દ્વારા ખોટી, દૂર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી રહી છે, જે તેની ક્લાયન્સની માતા, પ્રતિષ્ઠિત નેતા સ્મૃતિ ઈરાનીની સાથે રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

શું બોલી ઈરાનીની પુત્રી?
વકીલે આરાપોને નિરાધાર ગણાવતા કહ્યું- તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો માત્ર એટલા માટે દુષ્પ્રચાર કરી રહ્યાં છે જેથી તથ્યોની તપાસ કર્યા વગર મુદ્દાવિહીન વાતને સનસની બનાવી રજૂ કરી શકાય અને તે મારી ક્લાયન્સને માત્ર તેથી બદનામ કરે છે કે તે એક નેતાની પુત્રી છે. કોંગ્રેસે એક દસ્તાવેજ જાહેર કરી દાવો કર્યો હતો કે આબકારી વિભાગ તરફથી સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવી અને જે અધિકારીએ નોટિસ આપી તેની કથીત રીતે બદલી કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news