ઘોર કળિયુગ: યુવતીએ પોતાના જ ભાઇ સાથે કર્યા પ્રેમ લગ્ન, પરિવારજનોએ કર્યા 'અંતિમ સંસ્કાર', માતાએ આપી કાંધ
પરિવારજનોનું કહેવું છે કે પુત્રીના આ ખોટ નિર્ણયથી સમાજમાં અમારી બેઇજ્જતી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના લગ્ન સારા ખાનદાનમાં થવાના હતા. તેની સગાઇ પણ થઇ ગઇ હતી.
Trending Photos
ઝારખંડ: પુત્રીએ લવ મેરેજ એટલે કે ઇન્ટર કાસ્ટ મેરેજ કરવામાં આવતાં તેને ઓનર કિલિંગ અથવા પરિવારા દ્રારા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરંતુ ઝારખંડના ચતરા જિલ્લાના ટંડવામાં પોતાની પુત્રીએ લવ મેરેજ કરતાં પિતાએ જીવતી પુત્રીની અંતિમ યાત્રા કાઢી. આ યાત્રા ફક્ત પ્રતિકાત્મક હતી.
તેમાં અર્થી પર પુત્રીના બદલે તેના પુતળાને રાખવામાં આવ્યું હતું. પિતાની સાથે છોકરીની માતાએ અપ્ણ આ અર્થીને કાંઘ આપી હતી. ત્યારબાદ તે પૂતળાને રીત-રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
ઓનર કિલિંગ વિરૂદ્ધ સંદેશ
ઓનર કિલિંગ વિરૂદ્ધ સંદેશ આપતો આ અનોખો કિસ્સો ધનગડા પંચાયતના ખરીકા ગામનો છે. જોકે અહીં રહેનાર સબિતા (25)એ ગામના જ સાવકા ભાઇ સાથે લવ મેરેજ કરી લીધા છે. માતા-પિતા સહિત અન્ય પરિવારજનોએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ઘરવાળાએ ખૂબ સમજાવ્યા બાદ છોકરી માની નહી.
પોલીસ સ્ટેશ સુધી પહોંચ્યો મામલો, નહી માની પુત્રી
પરિવારની સમજાવટ બાદ પણ જ્યારે યુવતી માની નહી તો કેસ પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો. પોલીસ સ્ટેશનમાં સબિતા પોતાના પ્રેમી રાજદીપ સાથે જ જીંદગી વિતાવવા માટે અડગ છે. ત્યારબાદ છોકરીના પુત્રીએ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આખરે પરિવાજનોએ છોકરીના જીવતે જીવ તેનું પૂતળું બનાવે અંતિમ સંસ્કાર કરી દીધા છે.
યુવતીએની થઇ ચૂકી છે સગાઇ
પરિવારજનોનું કહેવું છે કે પુત્રીના આ ખોટ નિર્ણયથી સમાજમાં અમારી બેઇજ્જતી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના લગ્ન સારા ખાનદાનમાં થવાના હતા. તેની સગાઇ પણ થઇ ગઇ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર યુવતીનો પ્રેમ પ્રસંગ રાજદીપ સાથે ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. બંને રાંચીમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ સંબંધોમાં ભાઇ-બહેન હોવાછતાં બંનેએ ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે