Tokyo Paralympics માં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ જીત્યો બ્રોન્ઝ

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આજે મળ્યો છે આઠમો મેડલ. આ અગાઉ રિયો પેરાલિમ્પકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યાં હતાં. જ્યારે અત્યાર સુધીમાં તેના કરતા ડબલ મેડલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સિંઘરાજ અધનાએ પેરાલિમ્પિક મેન્સ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

Tokyo Paralympics માં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ જીત્યો બ્રોન્ઝ

નવી દિલ્હીઃ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આજે મળ્યો છે આઠમો મેડલ. આ અગાઉ રિયો પેરાલિમ્પકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યાં હતાં. જ્યારે અત્યાર સુધીમાં તેના કરતા ડબલ મેડલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સિંઘરાજ અધનાએ પેરાલિમ્પિક મેન્સ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.
 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 31, 2021

 

10 મીટર એયર પિસ્તોલ SH-1 કેટેગરીમાં સિંઘરાજે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. સિંઘરાજ માત્ર થોડા જ પોઈંટથી આ સ્પર્ધામાં સિલ્વર મેડલ ચૂકી ગયા હતાં. જ્યારે આ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ ચાઈનાએ હાંસલ કર્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ફરિદાબાદના 39 વર્ષિય સિંઘરાજે આ સિદ્ધિ હાંસલ કરી છે. 

ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં ગઈકાલે 19 વર્ષિય અવની લેખારાંએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ હાંસલ કરી લીધાં છે. ઉલ્લેખનીય છેકે, આ વખતે પેરાલંપિક્સમાં ભારતે અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે કુલ 56 ખેલાડીઓ મોકલ્યાં હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news