AAP નેતા ગોપાલ રાયનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી નહીં શકે, પરંતુ...

આમ આદમી પાર્ટીની દિલ્હી શાખાના સંયોજક ગોપાલ રાયે કહ્યું કે ભલે કોંગ્રેસ ભલે લોકસભા ચૂંટણીમાં ભાજપને ન હરાવી શકે પરંતુ આમ આદમી પાર્ટીના મતો કાપીને ભગવા પાર્ટી માટે જીતનો રસ્તો સરળ જરૂર કરી નાખશે.

AAP નેતા ગોપાલ રાયનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી નહીં શકે, પરંતુ...

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીની દિલ્હી શાખાના સંયોજક ગોપાલ રાયે કહ્યું કે ભલે કોંગ્રેસ ભલે લોકસભા ચૂંટણીમાં ભાજપને ન હરાવી શકે પરંતુ આમ આદમી પાર્ટીના મતો કાપીને ભગવા પાર્ટી માટે જીતનો રસ્તો સરળ જરૂર કરી નાખશે. AAPએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો વચ્ચે રાયે કહ્યું કે પાર્ટીની રાજનીતિક મામલાની સમિતિ (પીએસી) આ અંગે નિર્ણય કરશે. પરંતુ હાલ તેનો રાહ જોવાનો સમય નથી અને અમે દિલ્હીની તમામ સાતેય બેઠકો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ચાંદની ચોક લોકસભા બેઠકથી આપ સ્વયંસેવકોને સંબોધિત કરતા રાયે કહ્યું કે કોંગ્રેસે છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાયે કહ્યું કે તેઓ ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ જીતવામાં નિષ્ફળ ગયા છે. તેઓ ભાજપને દિલ્હીમાં હરાવી શકશે નહીં પરંતુ આગામી ચૂંટણીમાં આપના મતો કાપીને ભાજપની જીત સુનિશ્ચિત ચોક્કસ કરી નાખશે. 

દિલ્હી કોંગ્રેસમાં નેતૃત્વ સંકટનું પરિણામ છે દિક્ષિતની વાપસી-આપ
આમ આદમી પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રીને દિલ્હી પ્રદેશ કોંગ્રેસની કમાન એકવાર ફરીથી સોંપાવાને લઈને કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વના સંકટનો પુરાવો છે. શીલા દિક્ષિતને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ગુરુવારે જાહેરાત બાદ આમ આદમી પાર્ટી તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જો કે તેને કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવ્યો. પરંતુ સાથે સાથે એમ પણ કહેવાયું કે દિક્ષિતની વાપસીનો અર્થ સ્પષ્ટ છે કે દિલ્હી કોંગ્રેસમાં નેતૃત્વનું ગંભીર સંકટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news