'પંજાબમાં ખાલિસ્તાની ફંડિગથી જીત્યું AAP', શિખ ફોર જસ્ટિસે લગાવ્યો ગંભીર આરોપ

ભગવંત માનને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યા વગર અને કેડર વિના 70 ટકા બેઠકો જીતી છે. AAPને ખાલિસ્તાની સમર્થકો પાસેથી ફંડિંગ મળ્યું અને પાર્ટીને ખાલિસ્તાની સમર્થકોનું ભારે સમર્થન મળ્યું.

 'પંજાબમાં ખાલિસ્તાની ફંડિગથી જીત્યું AAP', શિખ ફોર જસ્ટિસે લગાવ્યો ગંભીર આરોપ

ચંદીગઢ: આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની 117માંથી 92 બેઠકો પર જીત હાંસલ કરીને પ્રચંડ બહુમત મેળવ્યો છે. આપની જીત બાદ પ્રતિબંધિત સંગઠન શિખ ફોર જસ્ટિસે આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોની મદદથી આમ આદમી પાર્ટીએ પંજાબ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. એસએફજે એ આપના સીએમ ઉમેદવાર ભગવંત માનને એક ચિઠ્ઠી લખી છે. 

SFJ એ ભગવંત માનને ચિઠ્ઠીમાં શું લખ્યું?
ભગવંત માનને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યા વગર અને કેડર વિના 70 ટકા બેઠકો જીતી છે. AAPને ખાલિસ્તાની સમર્થકો પાસેથી ફંડિંગ મળ્યું અને પાર્ટીને ખાલિસ્તાની સમર્થકોનું ભારે સમર્થન મળ્યું. AAPએ SFJના નકલી પત્રો દ્વારા મત મેળવ્યા હતા અને પાર્ટીએ ખાલિસ્તાન તરફી શીખોના મતોનું છેતરપિંડીથી પોતાના સમર્થનમાં કર્યું. શીખ ફોર જસ્ટિસે તેના પત્રમાં આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની ફંડિંગથી આમ આદમી પાર્ટીને ત્યાં પણ વોટ મળ્યા જ્યાં તેમણે પ્રચાર ન કર્યો.

વોટિંગ પહેલા પણ SFJ એ ફોડ્યો હતો લેટર બોમ્બ
પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને થનાર મતદાનથી 48 કલાક પહેલા 18 ફેબ્રુઆરી શિખ ફોર જસ્ટિસે લેટર બોમ્બ ફોડ્યો હતો અને દિલ્હાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય આમ આદમીના સીએમ ઉમેદવાર ભગવંત માન પર નિશાન સાંધ્યું હતું.

'કેજરીવાલ-ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન'
ભારતમાં પ્રતિબંધિત આતંકી સંગઠન શિખ ફોર જસ્ટિસે લેટરમાં જણાવ્યું હતું કે આમના સમર્થનવાળા બોગસ લેટર વાયરલ થયા બાદ આપ નેતા રાઘવ ચઠ્ઠાએ ગુરપતવંત પન્નૂને ફોન કર્યો હતો. પન્નૂના મતે રાઘવ ચડ્ઢાએ તેમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાલિસ્તાન રેફરેંડમનું સમર્થન કરે છે.

શું પંજાબ ચૂંટણીમાં SFJ એ આપ્યું AAPને સમર્થન?
અગાઉ શિખ ફોર જસ્ટિસનો એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શિખ ફોર જસ્ટિસે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં સમર્થન કર્યું છે. તેની સાથે જ લેટરમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંગઠનને ભગવંત માનને આપના સીએમ ફેસ બનાવતા જ પોતાનું સમર્થન આપ્યું છે, જેણે એસએફજે એ ખોટું ગણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news