Shraddha Muder Case: પોલીસના આ 1 પ્રશ્ને આફતાબને કરી દીધો મજબૂર, સ્વિકારવો પડ્યો ગુનો

Shraddha Muder Case: શ્રદ્ધા હત્યાકાંડ ચર્ચામાં છે. આ દરમિયાન પોલીસના તે એક પ્રશ્ન સામે આવ્યો છે જેમાં ફસાઇ જતાં આરોપી આફ્તાબે પોતાના બધા ગુના કબૂલી લીધા છે. 

Shraddha Muder Case: પોલીસના આ 1 પ્રશ્ને આફતાબને કરી દીધો મજબૂર, સ્વિકારવો પડ્યો ગુનો

Shraddha Muder Case: દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલા પોલીસની પકડમાં છે. તપાસના શરૂઆતના દિવસોમાં આરોપીએ દિલ્હી અને મુંબઇ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસની સમજદારી સામે આફતાબને નમતું જોખવું પડ્યું અને આખરે ગુનો કબૂલી લીધો છે. અમે તમને પોલીસના એ સવાલ વિશે જણાવીશું કે, જેના જવાબમાં આરોપી આફતાબ ગુનો કબૂલવા મજબૂર બન્યો હતો. 

પોલીસ તપાસમાં આફતાબે જણાવ્યું હતું કે, શ્રદ્ધા 22 મેના રોજ ઝઘડા બાદ તે ઘરેથી નીકળી ગઇ હતી. તેણે માત્ર મોબાઇલ તેમની પાસે રાખ્યો હતો અને બાકીનો સામાન ફ્લેટમાં જ રાખ્યો હતો. જો કે, શ્રદ્ધાની હત્યા 18 મેના રોજ જ કરી દેવામાં આવી હતી. સાચી હકિકત ત્યારે સામે આવી જ્યારે પોલીસે કપલના ફોન કોલ રેકોર્ડ ચેક કર્યા અને લોકેશનની તપાસ કરી.

સુત્રોના જણાવ્યા અનુસાર આફતાબે પહેલા જણાવ્યું હતું કે, 22 મે પછી શ્રદ્ધા સાથે સંપર્ક થયો નથી. તપાસમાં સામેલ અધિકારી સચિન સનપે પૂછ્યું કે, તું ફરી ક્યારે મળ્યો હતો? ત્યારે આફતાબે જવાબ આપ્યો કે, શ્રદ્ધા 12 જૂને કપડા લેવા ફરી આવી હતી. ફરી અધિકારીએ પૂછ્યું કે, ત્યારે શ્રદ્ધા પોતાનો મોબાઇલ લઇને ગઇ હતી? આરોપીના જવાબ પહેલા ફરી પોલીસ અધિકારીએ કહ્યું કે, શ્રદ્ધાના મોબાઇલનું લોકેશન 26 મે સુધી છત્તરપુરમાં હતું અને જો તે મોબાઇલ લઇ ગઇ હતી તે લોકેશન ઘરે જ કેમ બતાવતું હતું. મોબાઇલ ઘરમાંથી બહાર નીકળ્યો જ નથી. આખરે 18 મે, 22 મે અને 12 જૂનની રમતમાં આફતાબ સંપૂર્ણ ફસાઇ ગયો હતો.

સમગ્ર મામલે પોલીસ અધિકારી સચિન સનપે પૂછપરછ બાદ આફતાબને કહ્યું કે, દોસ્ત હવે તું ફસાયો છે તારો ગુનો કબૂલ કરી લે નહીંતર તું મરી ગયો. જોકે શરૂઆત આફતાબ અને શ્રદ્ધા જ્યારે શરૂઆતમાં રિલેશનશિપમાં આવી, ત્યારે શ્રદ્ધા Decathlon ના કોલ સેન્ટરમાં મલાડમાં કામ કરતી હતી, તેના થોડા સમય બાદ આફતાબ પણ તે કોલ સેન્ટરમાં જોડાઇ ગયો અને ત્યાં બીજું કામ કરવા લાગ્યો. 

થોડો સમય કામ કર્યા બાદ આફતાબે ત્યાંથી નોકરી છોડી દીધી, અને શ્રદ્ધા ત્યારે પણ ત્યાં કામ કરી રહી હતી. આ બધુ લોકડાઉન પહેલાંની વાત છે. ત્યારબાદ શ્રદ્ધા અને આફતાબ ઘણા વર્ષો સુધી સાથે રહ્યા અને બંને વચ્ચે ઝઘડા થતા રહ્યા. મે મહિનામાં આફતાબે નિર્દયતાથી શ્રદ્ધાનું મર્ડર કરી દીધું. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news