સ્માર્ટફોન વાપરનારા સાવધાન...યુવક ફોન પર વાત કરતો હતો અને અચાનક ફોન બોમ્બની જેમ ફાટ્યો
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનો સ્માર્ટફોન એવો બોમ્બની જેમ ફાટ્યો કે જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. આ વ્યક્તિ જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે આ ફોન ફાટ્યો. આ અકસ્માતમાં ફોનના ચિથરા ઉડી ગયા અને જે વ્યક્તિનો ફોન હતો તેને પણ આંગળીઓમાં ઈજા થઈ.
Trending Photos
Smart Phone Blast: ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનો સ્માર્ટફોન એવો બોમ્બની જેમ ફાટ્યો કે જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. આ વ્યક્તિ જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે આ ફોન ફાટ્યો. આ અકસ્માતમાં ફોનના ચિથરા ઉડી ગયા અને જે વ્યક્તિનો ફોન હતો તેને પણ આંગળીઓમાં ઈજા થઈ.
આ ઘટના શુક્રવારે હિમાંશુ નામના વ્યક્તિ સાથે ઘટી. જે યુપીના અમરોહા જિલ્લાના હિજામપુર ગામમાં રહે છે. હિમાંશુએ કહ્યું કે તેણે આ ઘટનાના ચાર મહિના પહેલા જ અમરોહાથી એક સ્ટોરમાંથી ફોન ખરીદ્યો હતો. ફોનમાં વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ એવું નોટ કરાયું છે કે આવી ઘટનાઓ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કે ડિવાઈસની ફિઝિકલ ડેમેજના કારણે થઈ શકે છે.
ડરાવનારી તસવીરો
એએનઆઈયુપી/ઉત્તરાખંડ દ્વારા પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્વીટ કરાઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમરોહાના એક સ્થાનિક હિમાંશુ કહે છે કે જ્યારે હું કોલ પર હતો ત્યારે મારા ફોનમાં આગ લાગી ગઈ. મારી આંગળીઓમાં ઈજા થઈ. મે આ ફોન 31 ઓગસ્ટ 2022ના રોજ અમરોહાથી ખરીદ્યો હતો. ટ્વીટમાં ક્ષતિગ્રસ્ત ફોનની કેટલીક તસવીરો છે. જે ખુબ જ ડરામણી છે. ટ્વીટમાં જો કે ક્યાં ફોન કઈ બ્રાન્ડનો છે તે જણાવાયું નથી.
Uttar Pradesh | "My phone caught fire when I was on a call. My finger got injured in this. I purchased this mobile phone on 31 August 2022 from Amroha," says Himanshu, a local of Amroha pic.twitter.com/OhrSjVd2Jw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2023
ફોન ફાટવાની કે આગ લાગવાની આ કોઈ નવી ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. તાજેતરમાં મધ્ય પ્રદેશમાં એક 15 વર્ષના છોકરાનો ફોન ઓનલાઈન ક્લાસ દરમિયાન ફાટ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. અન્ય એક કેસમાં સ્કૂટર ચલાવી રહેલા એક વ્યક્તિનો નવો સ્માર્ટફોન ફાટી ગયો હતો.
જુઓ લાઈવ ટીવી
ધ્યાન આપવા જેવી વાત એ છે કે ફોન વિસ્ફોટના કેસ દુર્લભ છે. પરંતુ તે ખરાબ બેટરીના કારણે હોઈ શકે છે. જેમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન સમાધાન કરાયું હોય કે પછી આવા કેસમાં મોટાભાગે એવી બેટરી સામેલ હોય છે જે ફિઝિકલી ડેમેજ થઈ ગઈ હોય. જેનાથી ઓવરહિટિંગ કે શોર્ટ સર્કિંટ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે