સામનામાં શિવસેનાએ BJPને માર્યો ટોણો, ‘80 દિવસ નહિ, 5 વર્ષ ટકશે અમારી સરકાર....’

શિવસેના (Shiv Sena) એ પોતાના મુખપત્ર સામના (Saamana) ના માધ્યમથી ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાન સાધ્યું છે. સંપાદકીય લેખમાં લખ્યું છે કે, જેઓએ 80 કલાકની સરકાર બનીવા, તેઓને આજે પણ લાગે છે કે, ઉદ્ધવ ઠાકરેની સરકાર 80 દિવસ પણ નહિ ટકે. આ ભ્રમમાંથી હવે બહાર આવવું જોઈએ. સરકાર નાગપુર પહોંચી ગઈ છે. મુંબઈમાં આવીને આખું મંત્રીમંડળ બનશે અને તેના બાદ પાંચ વર્ષ ટકશે. સરકારને બનાવી રાખવામાં અજીત પવારની મહત્વની ભૂમિકા રહેશે, ચિંતા ન થવી જોઈએ. મહારાષ્ટ્રની રાજનીતિનું દૂરગામી પરિણામ દેશની રાજનીતિ પર થશે. એવો માહોલ છે....
સામનામાં શિવસેનાએ BJPને માર્યો ટોણો, ‘80 દિવસ નહિ, 5 વર્ષ ટકશે અમારી સરકાર....’

અમદાવાદ :શિવસેના (Shiv Sena) એ પોતાના મુખપત્ર સામના (Saamana) ના માધ્યમથી ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાન સાધ્યું છે. સંપાદકીય લેખમાં લખ્યું છે કે, જેઓએ 80 કલાકની સરકાર બનીવા, તેઓને આજે પણ લાગે છે કે, ઉદ્ધવ ઠાકરેની સરકાર 80 દિવસ પણ નહિ ટકે. આ ભ્રમમાંથી હવે બહાર આવવું જોઈએ. સરકાર નાગપુર પહોંચી ગઈ છે. મુંબઈમાં આવીને આખું મંત્રીમંડળ બનશે અને તેના બાદ પાંચ વર્ષ ટકશે. સરકારને બનાવી રાખવામાં અજીત પવારની મહત્વની ભૂમિકા રહેશે, ચિંતા ન થવી જોઈએ. મહારાષ્ટ્રની રાજનીતિનું દૂરગામી પરિણામ દેશની રાજનીતિ પર થશે. એવો માહોલ છે....

આજથી દેશભરમાં Fastagનો અમલ શરૂ, વાહન ચલાવનાર દરેક વ્યક્તિ માટે મહત્વનો છે આ નિયમ 

સામનાએ આગળ લખ્યું છે કે....
સોમવારે વિધાનસભાનું નાગપુર અધિવેશન શરૂ થશે. અનેકવાર અધિવેશન એક-બે સપ્તાહ ચાલે છે, પરંતુ તેના માટે આખી સરકાર લાવ-લશ્કર લઈને નાગપુર પહોંચે છે અને ત્યાં અનેક રાતની રંગીન પાર્ટીઓના નેતાઓ જશ્નમાં મગ્ન રહેતા હતા. પરંતુ નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવા વાતાવરણમાં બહુ વધુ નહિ રમે. 80 કલાકની સરકાર જેઓ લાવ્યા અને પડી ભાંગ્યા, તેઓને લાગે છે કે, આ સરકાર 80 દિવસ પણ નહિ ટકે. નાગપુર અધિવેશન રાજનીતિક હોર્સ ટ્રેડિંગ માટે ફેમસ છે, પરંતુ 170 સદસ્યોના મજબૂત બહુમતવાળી આ સરકાર પાંચ વર્ષ ટકશે. શરદ પવાર તેમજ કોંગ્રેસના નેતાઓની આ ભૂમિકા છે. મંત્રીમંડળનો વિસ્તાર નાગપુર અધિવેશન બાદ થશે અને તે આ રાજ્ય તેજીથી આગળ પણ વધશે. મહારાષ્ટ્રમાં જે થયું, તે અનપેક્ષિત હતું. એવું થયું કે, આ બાબત પર આજે પણ અનેક લોકોને વિશ્વાસ નથી થતો. 

6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો
 
10 ડિસેમ્બરના રાતમાં લખનઉમાં એક કાર્યક્રમમાં ગયા હતા, અન્ય પાર્ટીઓથી ભાજપમાં ગયા અને આજે મંત્રીપદ પર બિરાજમાન પ્રમુખ નેતા મળી ગયા. તમામનું એક જ કહેવુ હતું કે, મહારાષ્ટ્રએ નવી દિશા આપી છે. દેશના અન્ય રાજ્યોમાં હવે આવું થશે. આ એક શરૂઆત છે. અધિવેશનના પહેલા જ દિવસે મુખ્યમંત્રીનો સાર્વજનિક સત્કાર નાગપુરમાં થઈ રહ્યો છે. મુખ્યમંત્રીની હેસિયતથી ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવેલ પહેલો પ્રમુખ નિર્ણય મતલબ સમૃદ્ધિ મહામાર્ગને શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેનું નામ આપવું. આ મહામાર્ગ વિદર્ભને બાકીના મહારાષ્ટ્ર સાથે જોડે છે. ખેડૂતોએ પોતાની જમીન આપવાનો વિરોધ કર્યો, પરંતુ તે વિભાગના મંત્રી રહેલા એકનાથ શિંદેએ ખેડૂતો અને સરકારની વચ્ચે મધ્યસ્થતા કરી અને આ મહામાર્ગ આજે આગળ વધ્યો છે.

મોટું કન્ફ્યુઝન : એક્ટિવા ચાલકને કોને ટક્કર મારી...ફોર્ચ્યૂનર કારમાં સવાર નબીરાએ કે પછી BRTS બસે...?

અજીત પવારનું શું...
મુખ્યમંત્રી તેમજ છ મંત્રીઓ મળીને રાજ્યનું કામકાજ કરી રહ્યાં છે. નાગપુર અધિવેશન બાદ સમગ્ર મંત્રીમંડળનો વિસ્તાર થશે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેનામાં 25-30 વર્ષોથી જેવુ ન હતું, એવો ઉત્તમ સંવાદ સરકારમાં સામેલ ત્રણ પાર્ટીઓમાં દેખાઈ રહ્યું છે. અઘાડીની સરકાર ચલાવવી એક કળા છે અને આવી સરકાર ચલાવનારા પ્રમુખ નેતાઓનું મન ઉદાર હોવું જોઈએ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાસે આ ઉદારતા મને પહેલા દિવસથી જ દેખાઈ રહી છે. અવરોધ અને ઝડપી લેવાની નીતિ તેમનામાં નથી દેખાઈ રહી, તે મહત્વપૂર્ણ છે. અજીત પરિવારની ભૂમિકાને લીને સૌથી મોટો સવાલ છે. 80 કલાક સરકાર જેઓએ ફડણવીસની સાથે સ્થાપિત કરી, તે અજીત પવાર શું કરશે. ભાજપાની તમામ આશાઓ આજે પણ અજીત પવાર પર ટકેલી છે. સંસદના મધ્યવર્તી સભાગૃહમાં અજીત પવારની ભૂમિકાના વિષયમાં મેં શરદ પવારને પૂછ્યું કે, અજીત પવાર શું કરશે. પવાર વિશ્વાસની સાથે બોલ્યા કે, અજીત પવારની ચિંતા ન કરો. આ સરકાર પાંચ વર્ષ જ ટકશે. નિશ્ચિંત રહો. શરદ પવાર નિશ્ચિંદ છે, ત્યાં સુધી સરકાર સ્થિર છે. મહારાષ્ટ્ર નિશ્ચિંત છે. આ સરકાર યથાવત રાખવાની છે. આ એક પ્રણની સાથે શરદ પવાર ઉભા છે. ચિંતા ન થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news