મમતા બેનર્જીની રેલીમાં બોલ્યા શત્રુઘ્ન સિન્હા, ‘સત્ય બોલવું બળવાખોરી છે, તો હા હું છું બળવાખોર’

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી બળવાખોરી કરતા શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં આયોજિત મમતા બેનર્જીની રેલીને સંબોધન કરતા કહ્યું કે અમારો એકમાત્ર એજન્ડા છે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન.

મમતા બેનર્જીની રેલીમાં બોલ્યા શત્રુઘ્ન સિન્હા, ‘સત્ય બોલવું બળવાખોરી છે, તો હા હું છું બળવાખોર’

પટના: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી બળવાખોરી કરતા શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં આયોજિત મમતા બેનર્જીની રેલીને સંબોધન કરતા કહ્યું કે અમારો એકમાત્ર એજન્ડા છે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. આ સાથે જ તેમણે કહ્યું કે હું અહીંયા બંધારણને બચાવવા અને નવી સરકાર બનાવવા માટે આવ્યો છું. તે દરમિયાન તેણે કહ્યું લોકો મને પુછે છે, ‘તેમે ભાજપની સામે બોલો છો તો પાર્ટીમાં શા માટે છો? હું તેમને કહું છું કે જો સત્ય બોલવું બળવાખોરી છે તો હાં હું બળવાખોર છું.’

તેમણે કહ્યું કે હું અત્યારે પણ ભાજપનો એક ભાગ છું, સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીથી મોટો વ્યક્તિ નથી હોતો અને દેશથી મોટી પાર્ટી નથી હોતી.

— ANI (@ANI) January 19, 2019

બિહારી બાબૂના નામથી જાણીતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે વાજપેયી જીની સરકાર અને પીએમ મોદીન સરકારમાં અંતર એ છે કે આજના સમયમાં તાનાશાહી છે. તેમણે નોટબંધીને તાનાશાહી ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય ન હતો. મુરલી મનોહર જોશી, લાલ કૃષ્ણ અડવાણી, અરૂણ શૌરી અને મને આ નિર્ણય વિશે કોઇ જાણકારી ન હતી. સાથે જ તેમણે કહ્યું કે નોટબંધી બાદ જીએસટી એટલે ‘નીમ પર કરેલા’ જેવું થઇ ગયું હતું.

તેમના સંબોધન દરમિયાન તેમણે રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરી હતી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ બનાવાના એક વર્ષમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં જીત હાસંલ કરી છે.

શત્રુઘ્ન સિન્હાએ તે દરમિયાન તેમની જ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે પ્રોમિસ અને પરફોર્મેશમાં અંતર હોય છે. મુદ્દાઓથી આપણું ધ્યાન ભટકાવવા માટે ચૂંટણી પાસે આવતા જ અયોધ્યાની તરફ લઇ જવાનો પ્રયત્ન થશે. તે દરમિયાન તેમણે તેજસ્વી યાદવ અને અરવિંદ કેજરીવાલની પણ પ્રશંસા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news