Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી
Trending Photos
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. પવારના રાજીનામાં પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે
82 વર્ષના શરદ પવારે કહ્યું કે, અનેક વર્ષો સુધી મને રાજકારણમાં પાર્ટીને લીડ કરવાની તક મળી છે. આ ઉંમરે પહોંચીને આ પદ હવે રાખવા માંગતો નથી. મને લાગે છે કે અન્ય કોઈએ આગળ આવવું જોઈએ. પારટીના નેતાઓએ એ નિર્ણય કરવો પડશે કે હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે? શરદ પવાર છેલ્લે 2022માં જ ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
24 વર્ષથી એનસીપી અધ્યક્ષ છે પવાર
શરદ પવારે કહ્યું કે, 1999માં એનસીપીની રચના બાદ મને અધ્યક્ષ રહેવાની તક મળી. આજે તેને 24 વર્ષ થઈ ગયા છે. પવારે કહ્યું કે 1 મે 1960થી શરૂ થયેલી આ જાહેર જીવનની યાત્રા છેલ્લા 63 વર્ષથી બેરોકટોક ચાલુ છે. આ દરમિયાન મને મહારાષ્ટ્ર અને દેશમાં અલગ અલગ ભૂમિકાઓમાં સેવા કરવાની તક મળી. પવારે કહ્યું કે મારા રાજ્યસભાનો 3 વર્ષનો કાર્યકાળ બચ્યો છે. આ દરમિયાન હું કોઈ પદ ન લેતા મહારાષ્ટ્ર અને દેશ સંલગ્ન મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીશ.
અત્રે જણાવવાનું કે મુંબઈના વાયબી ચૌહાણ સેન્ટરમાં તેમના પુસ્તકના વિમોચનનો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. શરદ વારે એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરતા કહ્યું કે હું અધ્યક્ષ પદથી નિવૃત્તી લઈ રહ્યો છું. શરદ પવારે 1999માં એનસીપી બનાવી હતી. પવારે આ અંગે સંકેત હાલમાં જ આપ્યા હતા. જ્યારે તેમણે કહ્યું હતું કે રોટી જો સમયસર પલટવામાં ન આવે તો બળી જાય છે.
શરદ પવારે મુંબઈમાં પોતાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરીને બધાને એકવાર ફરીથી ચોંકાવી દીધા. હાલમાં જ એનસીપી યુથ વિંગના એક કાર્યક્રમમાં શરદ પવારે ઈશારો કર્યો હતો કે હવે નેતૃત્વ પરિવર્તનનો યોગ્ય સમય છે. થોડા દિવસ પહેલા જ પવારે મુંબઈ એનસીપી યુવા કોંગ્રેસના યુવા મંથન કાર્યક્રમમાં કહ્યું હતું કે તવા પર રોટી ફેરવવાની છે, જો ન ફેરવી તો બળી જશે, આથી રોટીના ચક્કરમાં મોડી કરવાથી કામ નહીં ચાલે. કેટલાક વ્યક્તિઓનું સમાજમાં કોઈ સ્થાન હોય કે ન હોય, કાર્યકરો વચ્ચે તેમનું સન્માન હોય છે. પછી ભલે પાસે પદ હોય કે ન હોય. તે સન્માન મેળવવા માટે તમારે આગામી પગલું ભરવા તૈયાર રહેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે