કિસાન આંદોલન પર બોલ્યા શરદ પવાર, જલદી સમાધાન ન નિકળ્યું તો દેશભરના કિસાન સામેલ થઈ જશે

કિસાન આંદોલન (Kisan Andolan) પર એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવુ છે કે જો જલદી સમાધાન નહીં નિકળે તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનોની સાથે આંદોલનમાં સામેલ થઈ જશે. 
 

  કિસાન આંદોલન પર બોલ્યા શરદ પવાર, જલદી સમાધાન ન નિકળ્યું તો દેશભરના કિસાન સામેલ થઈ જશે

મુંબઈઃ કેન્દ્ર સરકારની સાથે પાંચ રાઉન્ડની વાતચીત અસફળ રહ્યાં બાદ કિસાનોએ હવે 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ઘણા રાજકીય  પક્ષોએ તેનું સમર્થન કર્યું છે તો કોઈ નેતાઓએ કિસાન આંદોલનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવુ છે કે જો જલદી સમાધાન ન થયું તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનોની સાથે આંદોલનમાં સામેલ થઈ જશે. 

શરદ પવારે કહ્યુ, પંજાબ અને હરિયાણાના કિસાન ઘઉં અને ધાનના મુખ્ય ઉત્પાદક છે અને તે પ્રદર્શન કરી રહ્યાં છે. જો સ્થિતિનું સમાધાન ન કરવામાં આવ્યું તો જલદી દેશભરના કિસાન તેમની સાથે સામેલ થઈ જશે. જ્યારે બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું તો અમે વિનંતી કરી હતી કે તેમણે ઉતાવળ ન કરવી જોઈએ. 

અમે કહ્યું હતું કે બિલ સિલેક્ટ કમિટીને મોકલો
કૃષિ બિલને લઈને શરદ પવાર બોલ્યા, બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની જરૂર હતી અને તેના પર ચર્ચાનની જરૂર હતી પણ તેમ ન થયું અને બિલ પાસ થઈ ગયું. હવે સરકારને તે ઉતાવલ ભારે પડી રહી છે. 

ભારતના આ 'લાલ સોના' માટે ખુબ વલખા મારે છે ચીન, જાણો કેમ

કેસીઆરનું કિસાન આંદોલનને સમર્થન
આ પહેલા તેલંગણાના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવે કિસાનોના ભારત બંધને સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાને રદ્દ ન કરી, ત્યાં સુધી લડાઈ જારી રાખવાની જરૂર છે. 

'જ્યાં સુધી કાયદો પરત નહીં, લડાઈ યથાવત રાખવાની જરૂર'
TRSના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું, 'કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધના સંઘર્ષને કેસીઆરે સમર્થન આપ્યુ છે. કેસીઆરે યાદ અપાવ્યું કે, ટીઆરએસે સંસદમાં કૃષિ બિલનો વિરોધ કર્યો હતો કારણ કે આ એક રીતે કિસાનોના હિતોને નુકસાન પહોંચાડે છે. કેસીઆરનું માનવુ છે કે લડાઈ ત્યાં સુધી જારી રાખવાની જરૂર છે જ્યાં સુધી નવા કૃષિ કાયદાને રદ્દ ન કરવામાં આવે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news