9 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, 19 વર્ષની ઉંમરે 'ક્રાંતિકારી સાધુ' કહેવાયા, જાણો ગુરૂ સ્વરૂપાનંદ સરસ્વતીની કહાની

જ્યારે 1942માં દેશમાં અંગ્રેજ છોડોનો નારો ચાલી રહ્યો હતો ત્યારે સ્વરૂપાનંદ સરસ્વતી પણ દેશની આઝાદીની લડાઈમાં ઉતર્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતા. ત્યારે તેઓ ક્રાંતિકારી સાધુ પણ કહેવાયા હતા. 

9 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, 19 વર્ષની ઉંમરે 'ક્રાંતિકારી સાધુ' કહેવાયા, જાણો ગુરૂ સ્વરૂપાનંદ સરસ્વતીની કહાની

નવી દિલ્હીઃ હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયાથી તેમના શિષ્યોમાં શોકની લહેર છે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ 2 સપ્ટેમ્બર 1924ના મધ્યપ્રદેશ જિલ્લામાં જબલપુરની પાસે દિધરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનપતિ ઉપાધ્યાય અને માતાનું નામ ગિરિજા દેવી હતું. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સ્વરૂપાનંદ સરસ્વતીએ નાની ઉંમરમાં ધાર્મિક યાત્રાઓ શરૂ કરી દીધી હતી. 

કહેવામાં આવે છે કે 9 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું ઘર છોડ્યુ હતું. ત્યારબાદ તેઓ કાશી પહોંચ્યા હતા. કાશીમાં તેમણે બ્રહ્મલીન શ્રી સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ મેળવ્યું હતું. એક વાત છે કે માત્ર 9 વર્ષની ઉંમરે ઘર છોડનાર સ્વરૂપાનંદ સરસ્વતી 19 વર્ષની ઉંમરે ક્રાંતિકારી સાધુ તરીકે ઓળખાવા લાગ્યા હતા. 

હકીકતમાં જ્યારે 1942માં દેશમાં અંગ્રેજો ભારત છોડોનો નારો ચાલી રહ્યો હતો ત્યારે સ્વરૂપાનંદ સરસ્વતી પણ દેશની આઝાદીની લડાઈમાં સામેલ થયા હતા. તે સમયે તેમની ઉંમર 19 વર્ષ હતી. ત્યારે તેમને ક્રાંતિકારી સાધુ કહેવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય સ્વરૂપાનંદ સરસ્વતી તે દિવસોમાં જેલમાં પણ ગયા હતા. 

તેમણે વારાણસીની જેલમાં નવ અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિનાની સજા કાપી હતી. તે કરપાત્રી મહારાજના રાજકીય દળ રામ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. વર્ષ 1940માં તે દંડી સંન્યાસી બન્યા અને 1981માં શંક્રાચાર્યની ઉપાધિ મળી હતી. 1950માં શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસે દણ્ડ-સંન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી નામથી ઓળખાવા લાગ્યા હતા. 

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જ્ઞોતેશ્વર ધામમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની ઉંમર 99 વર્ષ હતી. અંતિમ સમયમાં શંકરાચાર્યના અનુયાયી અને શિષ્યો તેમની સાથે હતા. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ભક્યો વિદેશમાં પણ છે. કહેવામાં આવે છે કે આશરે 1300 વર્ષ પહેલા આદિ ગુરૂ ભગવાન શંકરાચાર્યએ હિન્દુઓ અને ધર્મોના અનુયાયીઓને સંગઠિત કરવા અને ધર્મના ઉત્થાન માટે દેશમાં 4 ધાર્મિક મઠ બનાવ્યા હતા. આ ચાર મઠોમાંથી એકના શંકરાચાર્ય જગતગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી હતા, જેમની પાસે દ્વારકા મઠ અને જ્યોતિર મઠ બંને હતા. 

ઘણા મુદ્દા પર રાખતા હતા પોતાનો મત
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પોતાની વાત બેબાક રીતે રાખવા માટે પણ જાણીતા હતા. વર્ષ 2015માં તેમણે આમિર ખાનની ફિલ્મ પીકે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે સીબીઆઈએ તપાસ કરવી જોઈએ કે આખરે આ ફિલ્મને સર્ટિફિકેટ કઈ રીતે મળી ગયું જ્યારે સેન્સર બોર્ડના ઘણા સભ્યોએ માંગ કરી હતી કે તેની ફરી સમીક્ષા કરવી જોઈએ. 

આ સિવાય શંકરાચાર્યએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની વકાલત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 દૂર કરવાથી ઘાટીના લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓ પરત ફરવાથી રાજ્યમાં દેશ વિરોધી શક્તિઓ નબળી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news