પત્નીની હયાતીમાં પતિ બાંધી શકે બીજી મહિલા સાથે સંબંધ : લગ્નમાં સેક્સ એ મહત્વપૂર્ણ આધાર, દિલ્હી હાઇકોર્ટ

આ કેસમાં પત્નીએ પતિ સામેના ક્રૂરતાના આરોપો ખોટા હોવાનું જણાવીને પતિને છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે.

પત્નીની હયાતીમાં પતિ બાંધી શકે બીજી મહિલા સાથે સંબંધ : લગ્નમાં સેક્સ એ મહત્વપૂર્ણ આધાર, દિલ્હી હાઇકોર્ટ

Delhi High Court: આ કેસમાં હાઈકોર્ટે (High Court) પતિ-પત્નીના લાંબા સમયથી અલગ રહેવાના આધાર પર નીચલી અદાલતે (court) આપેલા છૂટાછેડાને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે મહિલા (Woman) મૌખિક રીતે આરોપો લગાવી રહી હતી. 

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, લગભગ અઢી દાયકાથી અલગ રહેલો પતિ જો કોઈ અન્ય મહિલા સાથે સંબંધ રાખે છે તો તેને ક્રૂરતા કહેવું યોગ્ય નથી. આ કેસમાં હાઈકોર્ટે પતિ-પત્નીના લાંબા નીચલી અદાલત દ્વારા પતિ પત્નીના લાંબાગાળા સુધી અલગ રહેવાના આધાર પર આપેલા છૂટાછેડાને યથાવત રાખ્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે મહિલા આવા આક્ષેપો મૌખિક રીતે કરી રહી છે. તેની પાસે પુરાવા નથી.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાની બેંચે કહ્યું કે આ દંપતી 2005થી અલગ રહે છે. તેઓ ફરીથી સાથે રહેવાની કોઈ શક્યતા નથી. બેન્ચે કહ્યું કે અહીં વિવાદ પતિ અને તેના પરિવારના સભ્યોના અનાદરને કારણે ઉત્પન્ન થયો હતો. પરિવારમાં અવારનવાર ઝઘડા થવાથી માનસિક પીડા થાય છે. બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતા મતભેદો અને અપરાધિક ફરિયાદોને કારણે પ્રતિવાદી પતિના જીવનમાં શાંતિ ન હતી અને તેને વૈવાહિક સંબંધથી વંચિત રાખ્યો હતો, જે કોઈપણ વૈવાહિક સંબંધનો આધાર છે.

વૈવાહિક સંબંધોમાં શારીરિક સંબંધ એક મહત્વપૂર્ણ આધાર છે: બેન્ચે કહ્યું કે પારિવારિક અદાલતે યોગ્ય તારણ કાઢ્યું હતું કે પત્નીએ પતિ સાથે ક્રૂરતાની અને તેની અપીલને નકારી કાઢી છે. બેન્ચે જણાવ્યું હતું કે વૈવાહિક સંબંધોમાં શારીરિક સંબંધ મહત્ત્વનો આધાર છે. અહીં પતિ-પત્ની બે દાયકા કરતાં પણ વધુ સમયથી અલગ રહે છે. એવામાં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોય તો તેને ક્રૂરતા કહેવું યોગ્ય નથી.

આ છે મામલો
આ કેસમાં પત્નીએ પતિ સામેના ક્રૂરતાના આરોપો ખોટા હોવાનું જણાવીને પતિને છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news