ચિદમ્બરમના પરિવાર પર વધુ એક ગંભીર આરોપ, ઝાકિર નાઈકની સંસ્થાને ફન્ડિંગમાં કરી મદદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની INX મીડિયા કેસમાં નાણાકિય લેતી-દેતીના મામલે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ મુંબઈમાં એક પોન્ઝી સ્કીમના પીડિતોએ પણ તેમના અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે 
 

ચિદમ્બરમના પરિવાર પર વધુ એક ગંભીર આરોપ, ઝાકિર નાઈકની સંસ્થાને ફન્ડિંગમાં કરી મદદ

મુંબઈઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની INX મીડિયા કેસમાં નાણાકિય લેતી-દેતીના મામલે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ મુંબઈમાં એક પોન્ઝી સ્કીમના પીડિતોએ પણ તેમના અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ફાઈનાન્શિયલ ફ્રોડ વિક્ટિમ વેલફેર એસોસિએશન દ્વારા મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં ખુલાસો કરાયો છે કે, પી. ચિદમ્બરમે દેશના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં તેમનાં પત્ની નલિની ચિદમ્બરમ એક પોન્ઝી કંપની ક્યુનેટને ટોકો આપી રહ્યા હતાં અને તેનો પ્રચાર પણ કરતા હતાં. 

આ પીડિતોએ આરોપ લગાવ્યો છે કે, આ કંપનીઓ દેશમાંથી નાણા એક્ઠા કરીને વિદેશોમાં ઝાકિર નાઈકની સંસ્થાઓમાં ફન્ડિંગ કરી રહી હતી. આરોપ અનુસાર લગભગ રૂ.20 હજાર કરોડનો ગોટાળો કરનારી આ કંપની અંગે તપાસ એજન્સી SFIOનો રિપોર્ટ દબાવી દેવાયો હતો. કંપનીના પ્રમોટર્સ સામે પણ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. કેમ કે તેમાં યુપીએ સરકારના મોટા મંત્રીઓ અને તેમના સગા-સંબંધીઓનો સીધો સંબંધ હતો. 

ઉલ્લેખનીય છે કે, આ કંપનીએ કથિત રીતે 20 લાખ રોકાણકારો સાથે છેતરપીંડી આચરી હતી. આ પીડિતોની ફરિયાદ અંગે તાજેતરમાં જ મોદી સરકારના નાણા મંત્રાલયે તેમને જવાબ આપીને જણાવ્યું હતું કે, આ પોન્ઝી કંપનીઓને બંધ કરી દેવાના આદેશ આપી દેવાયા છે. ટૂંક સમયમાં જ તેમની સંપત્તિઓ વેચીને રોકાણકારોની ડૂબેલી રકમ પાછી અપાવાની દિશામાં કાર્યવાહી કરાશે. 

પીડિતોનું માનવું છે કે, ચિદમ્બરમે નાણામંત્રી તરીકે પોતાના પદનો દુરૂપયોગ કર્યો હતો. આ કંપનીઓ પાસેથી કિકબેકના બદલે પોતાની પત્ની પાસે આવી કંપનીઓનું પ્રમોશન કરાવીને રોકાણકારોને છતર્યા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news