Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) મામલે રોજેરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. જો કે દિલ્હી (Delhi) માં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસથી ઓછા થયા છે. આ  બધા વચ્ચે દિલ્હીમાં એક નવો સીરો સર્વે કરવામાં આવ્યો. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ગત વખતની સરખામણીમાં આ વખતે વધુ લોકોમાં કોરોના એન્ટીબોડીઝ બની છે. નવા સીરો સર્વે મુજબ દિલ્હીના 29.1 ટકા લોકોમાં કોવિડ-19 એન્ટીબોડીઝ મળી આવી છે. એટલે કે લોકોમાં કોરોના સંક્રમણ હતું અને આ લોકો સાજા પણ થઈ ગયાં. 

Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) મામલે રોજેરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. જો કે દિલ્હી (Delhi) માં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસથી ઓછા થયા છે. આ  બધા વચ્ચે દિલ્હીમાં એક નવો સીરો સર્વે (Sero Survey) કરવામાં આવ્યો. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ગત વખતની સરખામણીમાં આ વખતે વધુ લોકોમાં કોરોના એન્ટીબોડીઝ (Antibodies) બની છે. નવા સીરો સર્વે મુજબ દિલ્હીના 29.1 ટકા લોકોમાં કોવિડ-19 એન્ટીબોડીઝ મળી આવી છે. એટલે કે લોકોમાં કોરોના સંક્રમણ હતું અને આ લોકો સાજા પણ થઈ ગયાં. બીજા સીરો સર્વેનો રિપોર્ટ બહાર પાડતા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Jain)કહ્યું કે આ સીરો સર્વે 1થી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યો હતો. દિલ્હીની વસ્તી લગભગ 2 કરોડ છે. જેમાંથી 15 હજાર સેમ્પલ લેવાયા હતાં. આ સેમ્પલમાંથી 12598 સેમ્પલનો રિપોર્ટ સોંપી દેવાયો છે. આ અગાઉ સીરો સર્વે NCDC હેઠળ થયો હતો. જેમાં લગભઘ 23.48 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી હતી. 

બીજા સીરો સર્વેમાં ખુલાસો
સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે 28.3 ટકા પુરુષો અને 32.2 ટકા મહિલાઓમાં એન્ટીબોડી મળી આવી છે. જ્યારે 60 લાખ લોકોમાં એન્ટીબોડી બની ગઈ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના 34.7 ટકા બાળકોમાં એન્ટીબોડીઝ મળી છે. 18થી 49 વર્ષના લોકોમાં 28.5 ટકા એન્ટીબોડીઝ મળી છે. 50 વર્ષથી વધુ ઉંમરના 31.2 ટકા લોકોમાં એન્ટીબોડીઝ મળી આવી છે. 

દિલ્હી 'હર્ડ ઈમ્યુનિટી' તરફ આગળ વધ્યું
એક્સપર્ટ માને છે કે દિલ્હી હવે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ 40 થી 60 ટકા લોકોમાં એન્ટીબોડીઝ બની જાય તો હર્ડ ઈમ્યુનિટીનો સ્ટેજ આવી જાય છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 28 લાખને પાર ગયા છે. જ્યારે દિલ્હીમાં 1.56 લાખથી વધુ લોકોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે. તેમાંથી 1.40 લાખથી વધુ લોકોની સારવાર થઈ ચૂકી છે. આ ઉપરાંત દિલ્હીમાં હવે 11,137 એક્ટિવ કોરોના કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news