Gmail અને ગૂગલ ડ્રાઇવમાં ખામી, ઈમેલ મોકલવા અને ફાઇલ અપલોડ-ડાઉનલોડ કરવામાં સમસ્યા
ગૂગલની બે જાણીતી સર્વિસ એટલે કે જીમેલ અને ગૂગલ ડ્રાઇવમાં છેલ્લા બે કલાકથી સમસ્યા આવી રહી છે. આ કારણે વિશ્વના યૂઝરો સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ Googleની ઈમેલ સર્વિસ Gmail ડાઉન ચાલી રહી છે. વિશ્વભરના ગૂગલ યૂઝર ફરિયાદ કરી રહ્યાં છે કે તેને જીમેલ યૂઝ કરવામાં છેલ્લી કેટલીક કલાકોથી સમસ્યા આવી રહી છે. યૂઝરનું કહેવું છે કે જીમેલમાં કોઈ ગડબડીને કારણે તેને ઈમેલ મોકલવા અને ફાઇલ અટેચ કરવામાં સમસ્યા આવી રહી છે. ડાઉનડિટેક્ટરના રિપોર્ટ પ્રમાણે જીમેલમાં આવેલી આ ખામીને કારણે વિશ્વના ઘણા દેશો સિવાય ભારતીય યૂઝરને પણ મુશ્કેલી થઈ રહી છે.
ગૂગલ ડ્રાઇવમાં પણ સમસ્યા
કેટલાક રિપોર્ટ્સમાં ગૂગલ ડ્રાઇવ પણ ડાઉન હોવાની વાત કહેવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક યૂઝરને ગૂગલ ડ્રાઇવ દ્વારા ફાઇલ શેર થઈ શકતી નથી. એટલું જ નહીં, કેટલાક યૂઝરોને તો તે પણ ફરિયાદ છે કે તેને ગૂગલ ડ્રાઇવથી ફાઇલ ડાઉનલોડ અને ગૂગલ ડ્રાઇવમાં ફાઇલ અપલોડ કરવામાં પણ સમસ્યા થઈ રહી છે.
User reports indicate Gmail is having problems since 12:36 AM EDT. https://t.co/EsWw2oLYjH RT if you're also having problems #Gmaildown
— Downdetector (@downdetector) August 20, 2020
ગૂગલ કરી રહ્યું છે તપાસ
ગૂગલના સ્ટેટસ પેજ અનુસાર આ ગડબડીની હજુ તપાસ ચાલી રહી છે. સાથે સ્ટેટસ પેજ પર લેટેસ્ટ અપડેટ પ્રમાણે કેટલાક યૂઝરને ગૂગલ મીટ, ગૂગલ વોઇસ અને ગૂગલ ડોક જેવી સર્વિસ યૂઝ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહીં, જણાવવામાં આવી રહ્યું છે કે વિશ્વના કેટલાક ભાગમાં યૂઝરો યૂટ્યૂબ પર પણ વીડિયો અપલોડ કરી શકતા નથી.
પાછલા મહિને આવી હતી આવી સમસ્યા
છેલ્લા બે મહિનામાં આ બીજીવાર છે જ્યારે ગૂગલની આ જાણીતી સર્વિસમાં સમસ્યા આવી છે. પાછલા મહિને એટલે કે જુલાઈમાં પણ યૂઝરોએ જીમેલ વિશે ફરિયાદ કરતા કહ્યું હતું કે, તે પોતાના ગૂગલ એકાઉન્ટમાં લોગઇન કરી શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે