સીલિંગ મામલો: દિલ્હી BJP અધ્યક્ષ મનોજ તિવારની આજે કોર્ટમાં રહેશે હાજર

દિલ્હીના ગોકલપુરી સ્ટેશનમાં એક ઘરથી એમસીડીનું સીલ તોડવાના આરોપમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવા બોલાવવામાં આવ્યા છે.

સીલિંગ મામલો: દિલ્હી BJP અધ્યક્ષ મનોજ તિવારની આજે કોર્ટમાં રહેશે હાજર

નવી દિલ્હી: દિલ્હીમાં સીલિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી કરવામાં આવશે. ત્યારે દિલ્હીના ગોકલપુરી સ્ટેશનમાં એક ઘરથી એમસીડીનું સીલ તોડવાના આરોપમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવા બોલાવવામાં આવ્યા છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મનોજ તિવારીને નોટીસ આપી પુછવામાં આવ્યું હતું કે તિરસ્કારની કાર્યવાહી કેમ ના ચાલુ કરવામાં આવે. સીલિંગ મામલે સુનાવણી દરમિયાન મોનિટરિંગ કમિટીની તરફથી કોર્ટે જણાવ્યું હતું કે તિવારીએ એક બિલ્ડીંગનું સીલ તોડ્યું છે. આ માત્ર સરકારની દખલગીરી જ નથી, પરંતુ અદાલતની શંકા પણ છે. આવા કિસ્સામાં, તિવારી સામે તિરસ્કારના કાર્યની શરૂઆત થવી જોઈએ.

ગોકુલપુરી સ્ટેશનમાં દાખલ થઇ હતી એફઆઇઆર
દિલ્હી બીજેપી પ્રદેશ અધ્યક્ષ અને સંસદ મનોજ તિવારીની સામે ગોકુલપુર સ્ટેશનમાં એખ ઘરમાં એમસીડીનું સીલ તોડવાનો આરોપ એફઆઇઆરમાં દાખલ કરવામાં આવ્યો હતો. મનોજ તિવારીની સામે એમસીડીના અધિકારીઓ દ્વારા ફરિયાદ કર્યા પચી આઇપીસીની કલમ 188, 461 અને 465 ડીએમસી એક્ટના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.

એક કાર્યક્રમ દરમિયાન લોકોએ કરી હતી ફરિયાદ
મનોજ તિવારી તેમના લોકસભા વિસ્તારમાં રસ્તાના ઉદ્ધાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે લોકોએ તેમનો ઘેરાવો કરીને સીલિંગથી છુટકારો અપવવાની માંગ કરી હતી. લોકોએ તેમને એક મકાન બતાવ્ચું હતું જેના પર પૂર્વ નિગમની તરફથી સીલ લગાવવામાં આવું હતું. બીજેપી નેતાએ તંરત જ એક ઇંટ ઉઠાવીને મકાનું સીલ તોડી દીધું હતું. જે મકાન પર સીલ લગાવ્યું હતું, તે રહેવાસી મકાન હતું.

અવેધ નિર્માણના કારણે સીલ કરવામાં આવ્યું હતું મકાન
થોડા સમય પહેલા નિગમની તકફથી તે મકાન અને અવરોધક નિર્માણના કારણે સીલ કરવામાં આવ્યું હતું. ઘટના સામે આવ્ચા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે ટ્વિટ કરી બીજેપી પર આરોપ લગાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news