શું 15 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ 

અનલોક-5 (Unlock 5) હેઠળ કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ(Schools)  ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. પરંતુ મોટાભાગના રાજ્યો આ માટે તૈયાર નથી. રાજ્યોને ડર છે કે ક્યાંક શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાના કેસમાં એકદમ વધારો ન થઈ જાય. હરિયાણા અને મેઘાલય જેવા કેટલાક રાજ્યો હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. જ્યારે દિલ્હી, કર્ણાટક અને છત્તીસગઢે હજુ પણ શાળા ખોલવાનો નિર્ણય લીધો નથી. 
શું 15 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ 

નવી દિલ્હી: અનલોક-5 (Unlock 5) હેઠળ કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ(Schools)  ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. પરંતુ મોટાભાગના રાજ્યો આ માટે તૈયાર નથી. રાજ્યોને ડર છે કે ક્યાંક શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાના કેસમાં એકદમ વધારો ન થઈ જાય. હરિયાણા અને મેઘાલય જેવા કેટલાક રાજ્યો હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. જ્યારે દિલ્હી, કર્ણાટક અને છત્તીસગઢે હજુ પણ શાળા ખોલવાનો નિર્ણય લીધો નથી. 

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
અનલોક-5ની ગાઈડલાઈનમાં કહેવાયું છે કે કોવિડ-19 કન્ટેન્મેન્ટ ઝોન બહાર આવેલી તમામ શાળાઓ, કોલેજો 15 ઓક્ટોબરથી ફરીથી ખોલી શકાય છે. જો કે તેના પર છેલ્લો નિર્ણય સંબંધિત રાજ્ય સરકારે લેવાનો રહેશે. કોરોનાના વધતા કેસ અને અમેરિકામાં શાળાઓ ખુલ્યા બાદ અચાનક વધેલી કોરોનાની ગતિને જોતા મોટા ભાગના રાજ્યો હાલ આ જોખમ લેવા માંગતા નથી. 

દિલ્હીએ ના પાડી, યુપી તૈયાર
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે દિલ્હીમાં બધી શાળાઓ 31મી ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ બાજુ ઉત્તર પ્રદેશ સરકારે ધોરણ 9થી 12 માટે 19 ઓક્ટોબરથી શાળાઓ ફરીથી ખોલવા માટે શરતી મંજૂરી આપી છે. રાજ્ય સરકાર અને એમએચએના નિર્દેશો મુજબ કક્ષાઓ બે  પાળીમાં ચાલશે. આ માટે માતા પિતાની લેખિત મંજૂરી હોવી જરૂરી છે. કર્ણાટકની વાત કરીએ તો રાજ્ય સરકારે કહ્યું છે કે તે શાળાઓને ફરીથી ખોલવા માટે ઉતાવળમાં નથી અને તમામ પહેલુંઓનું મૂલ્યાંકન કર્યા બાદ આ મુદ્દે આગળ વધવામાં આવશે. કર્ણાટકના શિક્ષણમંત્રી એસ સુરેશકુમારે કહ્યું કે અમારી સરકાર કે શિક્ષણ વિભાગ કોઈ પણ પરિસ્થિતિમાં શાળાઓ ખોલવા માટે ઉતાવળ કરવા માંગતા નથી. બાળકોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા અમારા માટે મહત્વના છે. 

મહારાષ્ટ્ર-ગુજરાત આ મામલે એકમત
છત્તીસગઢ સરકાર તરફથી કહેવાયું છે કે મહામારીને જોતા આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેશે. એ જ પ્રકારે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તે દીવાળી બાદ કોવિડ-19 સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ત્યાં સુધી શાળાઓ બંધ રહેશે. ગુજરાત પણ આ મુદ્દે મહારાષ્ટ્રની રાહ પર છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે દીવાળી બાદ જ શાળાઓ ખોલવા પર વિચાર કરી શકાશે. જ્યારે મેઘાલયે શાળાઓ ફરીથી ખોલવા માટે અંતિમ નિર્ણય લેતા  પહેલા માતા પિતા પાસે મત માંગ્યા છે. શિક્ષણ મંત્રી લાહમેન રિમ્બુઈના જણાવ્યાં મુજબ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ઉચ્ચ પ્રાથમિક શાળાઓને ફક્ત કક્ષા 6, 7 અને 8ના વિદ્યાર્થીઓના અભ્યાસના પ્રશ્નોના ઉકેલ માટે જ ફરીથી ખોલવામાં આવશે. શાળાઓને ફરીથી ખોલવા માટે અમે માતા પિતા પાસે તેમના મત માંગ્યા છે. 

ટ્રાયલ તરીકે મંજૂરી
પુડ્ડુચેરી સરકારે ધોરણ 9થી 12 સુધી શાળાઓ ફરીથી ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વી નારાયણસામીએ ગુરુવારે કહ્યું કે 10માં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કક્ષાઓ ફરીથી શરૂ કરાઈ છે પરંતુ આ માત્ર એક ટ્રાયલ છે. અમે એક સપ્તાહ સુધી સ્થિતિ પર નજર રાખીશું. જો વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે તો અમે આ નિર્ણય પર પુર્નવિચાર કરીશું. હરિયાણા સરકાર પણ ધોરણ 6થી 9 માટે શાળાઓને ફરીથી ખોલવા વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. 

અહીં નવેમ્બરમાં થશે વિચાર
આંધ્ર પ્રદેશ સરકારનું કહેવું છે કે 2 નવેમ્બર પહેલા રાજ્યમાં શાળાઓ ખોલવામાં નહીં આવે. એ જ રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ સ્પષ્ટ કર્યું છે કે નવેમ્બરમાં જ આ અંગે કોઈ નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં શાળાઓ બંધ રહેશે. નવેમ્બરના મધ્યમાં જ આ અંગે સરકાર કોઈ નિર્ણય લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news