UP: છેડતીએ લીધો તેજસ્વી છોકરીનો ભોગ, USમાં ભણતી વિદ્યાર્થીનીને મળી હતી 4 કરોડની સ્કોલરશીપ

અભ્યાસમાં એકદમ તેજ સુદીક્ષા ભાટીનું ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બુલંદશહેરમાં સોમવારે છેડતીથી બચવા દરમિયાન રોડ અકસ્માતમાં મોત થયું. બુલેટ સવાર છોકરો સતત તેને ઓવરટેક કરી રહ્યો હતો અને પરેશાન કરતો હતો. સુદીક્ષા (Sudiksha Bhati) ને અમેરિકામાં લગભગ 4 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી હતી. સુદીક્ષાએ ગત વર્ષે જ ઈન્ટરમીડિએટની પરીક્ષામાં બુલંદશહેર જનપદ ટોપ કર્યું હતું. 
UP: છેડતીએ લીધો તેજસ્વી છોકરીનો ભોગ, USમાં ભણતી વિદ્યાર્થીનીને મળી હતી 4 કરોડની સ્કોલરશીપ

બુલંદશહેર: અભ્યાસમાં એકદમ તેજ સુદીક્ષા ભાટીનું ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બુલંદશહેરમાં સોમવારે છેડતીથી બચવા દરમિયાન રોડ અકસ્માતમાં મોત થયું. બુલેટ સવાર છોકરો સતત તેને ઓવરટેક કરી રહ્યો હતો અને પરેશાન કરતો હતો. સુદીક્ષા (Sudiksha Bhati) ને અમેરિકામાં લગભગ 4 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી હતી. સુદીક્ષાએ ગત વર્ષે જ ઈન્ટરમીડિએટની પરીક્ષામાં બુલંદશહેર જનપદ ટોપ કર્યું હતું. 

અત્રે જણાવવાનું સુદીક્ષા ભાટીનું રોડ અકસ્માતમાં છેડતીથી બચવા દરમિયાન દુ:ખદ મોત થયું. એક બુલેટ સવાર યુવક સ્કૂટી પર જઈ રહેલી સુદીક્ષાની છેડતી કરી રહ્યો હતો. સુદીક્ષાના ઘરવાળાનો આરોપ છે કે બુલેટ સવાર વારંવાર સ્કૂટીને ઓવરટેક કરી રહ્યો હતો. ત્યારબાદ બુલટે સવાર યુવકે અચાનક આગળ આવીને બ્રેક મારી જેના કારણે સ્કૂટીને બ્રેક મારવાના ચક્કરમાં સુદીક્ષા અને તેના કાકા રસ્તા પર પડી ગયા અને અકસ્માતમાં સુદીક્ષા ભાટીનું મોત થયું. 

ગૌતમ બુદ્ધ નગરમાં દાદરી તહસીલના ડેરી સ્કેનરની રહીશ સુદીક્ષા તેના કાકા સાથે મામાને મળવા માટે સિકંદરાબાદ જઈ રહી હતી. સુદીક્ષા ભાટીએ 20મી ઓગસ્ટે અમેરિકા પાછા ફરવાનું હતું. કોરોના સંક્રમણના કારણે તે જૂનના પહેલા અઠવાડિયામાં અમેરિકાથી પાછી ફરી હતી. અકસ્માતમાં સુદીક્ષાનું મોત થયું અને તેના કાકાને ગંભીર ઈજા થઈ છે. 

જુઓ LIVE TV

સુદીક્ષાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીએ એચસીએલ ફાઉન્ડેશનની સ્કૂલ વિદ્યા જ્ઞાનથી અભ્યાસ કર્યો હતો. વર્ષ 2018માં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 98 ટકા મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ટોપ કરવાના કરાણે સુદીક્ષાને અમેરિકાની બોબસન કોલેજ ઓફ એન્ટરપ્રિન્યોરશિપમાં એડમિશન મળ્યું હતું. ત્યારબાદ તેને 3.83 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news