PM મોદીના વખાણ કરવા અંગે SCના વકીલોમાં ભડકો, હવે SCBA અધ્યક્ષને હટાવવાની માંગ

સુપ્રીમ કોર્ટનાં એક જજ દ્વારા વડાપ્રધાન મોદીનાં વખાણ કરવા અંગે સુપ્રીમ કોર્ટનાં વકીલોમાં ધમાસાણ મચી ગયું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં સચિવ અશોક અરોડાએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં અધ્યક્ષ પદેથી સીનિયર એડ્વોકેટ દુષ્યંત દવેને હટાવવા માટે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની સામાન્ય સભાની બેઠક બોલાવાઇ છે. આ સામાન્ય સભાની બેઠક કોરોના લોકડાઉન દરમિયાન વેબ સેશન દ્વારા થશે.
PM મોદીના વખાણ કરવા અંગે SCના વકીલોમાં ભડકો, હવે SCBA અધ્યક્ષને હટાવવાની માંગ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં એક જજ દ્વારા વડાપ્રધાન મોદીનાં વખાણ કરવા અંગે સુપ્રીમ કોર્ટનાં વકીલોમાં ધમાસાણ મચી ગયું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં સચિવ અશોક અરોડાએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં અધ્યક્ષ પદેથી સીનિયર એડ્વોકેટ દુષ્યંત દવેને હટાવવા માટે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની સામાન્ય સભાની બેઠક બોલાવાઇ છે. આ સામાન્ય સભાની બેઠક કોરોના લોકડાઉન દરમિયાન વેબ સેશન દ્વારા થશે.

SCBA ના પ્રેસિડેન્ટ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટનાં જજ દ્વારા વડાપ્રધાનના વખાણ કરવાનું સંજ્ઞાન લેતા જસ્ટિસ અરૂણ મિશ્રા દ્વારા વડાપ્રધાનની કરાયેલી પ્રશંસાને અયોગ્ય ઠેરવી હતી. 26 ફેબ્રુઆરીએ SCBA નાં એક પ્રસ્તાવ પાસ કર્યો જેમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની ટીકા કરતા એવું પણ જણાવવામાં આવ્યું કે, જસ્ટિસ મિશ્રાનું આ નિવેદન સ્વતંત્ર ન્યાયપાલિકાની ગરિમાની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટનાં કેટલાક વકીલ SCBA નાં તે પ્રસ્તાવની વિરુદ્ધ ભડકી ગયા છે અને દુષ્યંત દવેને તેમના પદથી હટાવવાની માંગ કરી રહ્યા છે. આ કડીમાં જ આ બેઠક બોલાવવામાં આવી છે.

જો કે દુષ્યંત દવેએ SCBA સેક્રેટરી દ્વારા બોલાવાયેલી આ મીટિંગને બિનકાયદેસર ગણાવી છે. દવેએ કહ્યું કે, SCBAની એક્ઝિક્યુટિવ કમિટીએ એવી કોઇ મીટિંગ નથી બોલાવી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ વકિલ દુષ્યંત દવે મોદી સરકારનાં વિરોધી છે. દવે, કોર્ટની અંદર અને બહાર બંન્ને સ્થળો પર મોદી સરકારની નીતિઓની ટિકા કરતા રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, SCBA 25 ફેબ્રુઆરી 2020 ના રોજ SCBAની કાર્યકારી સમિતી દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવમાં વડાપ્રધાન મોદીની પ્રશંસામાં જસ્ટિસ અરૂણ મિશ્રા દ્વારા કરાયેલી જાહેર ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી. જસ્ટિસ મિશ્રાએ 22 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશલ જજ કોન્ફરન્સનાં ઉદ્ધાટન સમારંભમાં પોતાનાં વોટ ઓફ થેંક્સમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. જેમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી બહુમુખી પ્રતિભાના ધની છે. વૈશ્વિક સ્તર પર વિચારે છે અને સ્થાનિક સ્તર પર કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news