UP માં DJ વગાડવા પર પ્રતિબંધ હટાવો, CJI એ કહ્યું- આ સિસ્ટમ કાન માટે સારી નથી

ધ્વનિ પ્રદૂષણને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે માનવ સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદૂષણને ખતરો ગણાવતાં ડીજે વગાડવા પર પરવાનગી આપવાની મનાઇ ફરમાવી છે. કોર્ટે બાળકો, વડીલો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરળતાંને જોતાં ડીજે વગાડવાની પરવાનગી આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

UP માં DJ વગાડવા પર પ્રતિબંધ હટાવો, CJI એ કહ્યું- આ સિસ્ટમ કાન માટે સારી નથી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ ડીજે પર પ્રતિબંધ વિરૂદ્ધ ફેસ્ટિવલ ઓફ સનબર્ન સંસ્થાએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) નો દરવાજો ખખડાવ્યો છે. આજે આ અરજી પર ચીફ જસ્ટીસની બેંચને સુનાવણી માંગ કરવામાં આવી પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી પર જલદી સુનાવણીની મનાઇ કરી દીધી છે. CJI એ તેના પર ટિપ્પણી કરતાં કહ્યું કે ઘોંઘાટ કરનાર સિસ્ટમ કાનો માટે સારી નથી. અલ્હાબાદ હાઇકોર્ટે બેન લગાવીને યોગ્ય કર્યું છે. જલદી સુનાવણીની જરૂર નથી. 

જોકે વધતા જતા ધ્વનિ પ્રદૂષણને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે માનવ સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદૂષણને ખતરો ગણાવતાં ડીજે વગાડવા પર પરવાનગી આપવાની મનાઇ ફરમાવી છે. કોર્ટે બાળકો, વડીલો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરળતાંને જોતાં ડીજે વગાડવાની પરવાનગી આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ આદેશ ન્યાયમૂર્તિ પીકેએસ બધેલ તથા ન્યાયમૂર્તિ પંકજ ભાટીયાની ખંડપીઠે હાસિમપુર, પ્રયાગરાજના નિવાસી સુશીલ ચંદ્વ શ્રીવાતવ અને અન્યની અરજી પર આપ્યો હતો. કોર્ટે પ્રદેશના બધા જિલ્લાધિકારીઓને ટીમ બનાવીને ન માનનારાઓ પર 5 વર્ષની જેલ સાથે એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. 

શું હતો અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો
1- લગ્ન પાર્ટીઓ અને તહેવારો ફાસ્ટ અવાજમાં ડીજે વગાડવું નહી.
2- કોર્ટે કહ્યું હતું કે બાળકો, વડીલો અને હોસ્પિટાલમાં ભરતી દર્દીઓ સહિત માનવ સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદૂષણ મોટો ખતરો છે. 
3- કોર્ટે પ્રદેશના બધા જિલ્લાઅધિકારીઓની ટીમ બનાવીને ધ્વનિ પ્રદૂષણ પર નજર રાખવા અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
4- કોર્ટે કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ કાયદાનું ઉલ્લંઘન કરતાં પાંચ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. 
5- કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાનૂન હેઠળ અપરાધની પ્રાથમિકી નોંધાવી છે.
6- કાયદાનું પાલન કરવાની જવાબદારી બધી સંબંધિત થાનાધ્યક્ષોની હશે અને તેના માટે સીધી રીતે જવાબદાર રહેશે.
7- કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે તે પ્રદેશના બધા શહેરી વિસ્તારોને ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેણાંક કે સાઇલેન્સ ઝોનના રૂપમાં શ્રેણીબદ્ધ કરે. 
8- કોર્ટે જિલાધિકારીને ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ સાંભળનાર અધિકારીના ફોન નંબર સહિત અન્ય વિવરણ સાર્વજનિક સ્થળો પર સૂચના બોર્ડ લગાવીને સૂચના આપવાનો નિર્દેશ કર્યો છે. 
9- ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવા માટે કહ્યું છે.
10- કોર્ટે પ્રદેશન મુખ્ય સચિવને બધા અધિકારીઓને આદેશનું પાલન કરવાનો નિર્દેશ જાહેર કરવા માટે કહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news