પુત્રી ઈશાની પ્રી વેડિંગ સેરેમનીમાં મુકેશ અંબાણીએ કરી નાખી આ મસમોટી ડીલ, ક્લિક કરીને જાણો

દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલના નિકાસકાર દેશ સાઉદી અરેબીયા હવે ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રમુખ પેટ્રોલિયમ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને ઓઈલ રિફાઈનરી અને પેટ્રોલકેમિકલ પ્રોજેક્ટ્સમાં જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે વાતચીત કરી રહ્યું છે. 

પુત્રી ઈશાની પ્રી વેડિંગ સેરેમનીમાં મુકેશ અંબાણીએ કરી નાખી આ મસમોટી ડીલ, ક્લિક કરીને જાણો

નવી દિલ્હી: દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલના નિકાસકાર દેશ સાઉદી અરેબીયા હવે ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રમુખ પેટ્રોલિયમ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને ઓઈલ રિફાઈનરી અને પેટ્રોલકેમિકલ પ્રોજેક્ટ્સમાં જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે વાતચીત કરી રહ્યું છે. સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ અલ ફાલિહે આ જાણકારી આપી. અલ ફાલિહ હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીની પુત્રીના વિવાહ પૂર્વના સમારોહ (પ્રી વેડિંગ સેરેમની)માં ભાગ લેવા માટે ઉદયપુર આવ્યાં હતાં. 

પેટ્રોલિયમ મંત્રી ખાલિદે ત્યાં અંબાણી સાથેની મુલાકાતમાં આ અંગે વાતચીત કરી હતી. આ મુલાકાત અંગે તેમણે અરબી ભાષામાં ટ્વિટ કરીને કેટલીક જાણકારીઓ શેર કરી છે. તેમણે કહ્યું કે અમે પેટ્રોરસાયણ, તેલ શોધન અને દૂરસંચાર પરિયોજનાઓમાં જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટની તકો પર સંભાવનાની ચર્ચા કરી. તેમણે પોતાની અને અંબાણીની એક તસવીર પણ શેર કરી. જો કે આ બેઠક અંગે રિલાયન્સ તરફથી કોઈ જાણકારી શેર કરાઈ નથી. 

પ્રી વેડિંગ પાર્ટીમાં આવ્યાં હતાં અલ ફાલિહ
ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન અગાઉ 8 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટીમાં મશહૂર ઉદ્યોગપતિઓની સાથે સાથે બોલિવૂડ જગતની ટોચની હસ્તીઓ જેમ કે આમીર ખાન, એશ્વર્યા રાય, કરણ જોહર, સલમાન ખાન, પરીણિતી ચોપરા, અનિલ કપૂર, કરિશ્મા કપૂર વગેરે પણ સામેલ થયા હતાં. 

અત્રે જણાવવાનું કે દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને અજય પીરામલના પુત્ર આનંદના લગ્ન 12 ડિસેમ્બરના રોજ અંબાણી પરિવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલીયામાં થયા હતાં. 

(ઈનપુટ-એજન્સીઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news