સંસદ ટીવી હેક કરાયું, યુટ્યૂબે ચેનલ બંધ કરી દીધી
યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે.
Trending Photos
નવી દિલ્હી: યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે. યુટ્યૂબની આ ચેનલ પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થાય છે. સંસદ ટીવીએ જાણકારી આપી કે તેમની યુટ્યૂબ ટેનલ હેક થઈ હતી.
સંસદ ટીવીએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે 15 ફેબ્રુઆરીના રોજ સંસદ ટીવીની YouTube ચેનલને હેક કરવામાં આવી હતી. YouTube સુરક્ષા જોખમની સમસ્યાનું સમાધાન કરી રહ્યું છે.
સંસદ ટીવીના યુટ્યૂબ એકાઉન્ટને હેક કરીને તેનું નામ બદલી નાખી એથેરિયમ રાખી દેવામાં આવ્યું હતું. જે એક ક્રિપ્ટો મુદ્રા છે. અધિકારીઓનું કહેવું છે કે ગૂગલ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે હેકિંગ જેવું કઈક થયું છે. તેમણે કહ્યું કે ગૂગલને ફરિયાદ કરવામાં આવી છે અને આગળ તેઓ તેને જોઈ રહ્યા છે.
Sansad Television says "its YouTube channel-Sansad TV was compromised by some scamsters on Feb 15. YouTube is addressing the security threat" pic.twitter.com/UiTtpJuJMQ
— ANI (@ANI) February 15, 2022
ભારતમાં સાઈબર સુરક્ષાની ઘટનાઓ પર નજર રાખનારી નોડલ એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) પણ આ ઘટના બદલ સંસદ ટીવીને અલર્ટ કર્યું છે. સંસદ ટીવીના જણાવ્યાં મુજબ યુટ્યૂબે સુરક્ષા જોખમનો સ્થાયી રીતે ઠીક કરવાનું શરૂ કરી દીધુ છે અને તેને જેમ બને તેમ જલદી બહાલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે